બેંકના EMI ભરવામાંથી વધારે 3 મહિના માટે મળી શકે છે મુક્તિ, સરકારના સંકેત

દેશમાં લોકડાઉનનો (Lockdown) સમય 17 મે સુધી વધારી દેવાયા બાદ રિઝર્વ બેંક હવે બેંકોની લોનને પરત લાવવા પર લગાવાયેલા પ્રતિબંધોની અવધિને ત્રણ મહિના વધારવા અંગે વિચાર કરી રહ્યા છે. કેન્દ્રીય બેંકે કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે લગાવાયેલા લોકડાઉનના કારણે પ્રભાવિત લોકોની મદદ માટે ત્રણ મહિના સુધી બેંકની લોનના ઇએમઆઇ ચુકવવા માટેની છુટ આપવામાં આવી છે. આ છૂટ 31 મે સુધી લંબાવવામાં આવી શકે છે. સુત્રોનું કહેવું છે કે, હવે જ્યારે સરકારે લોકડાઉનની અવધિને 17 મે સુધી વધારી દીધી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, લોન ઇએમઆઇના સમયમાં આગળ વધારવામાં આવવું જોઇએ. ભારતીય બૈંક સંઘ સહિત અનેક ક્ષેત્રોમાંથી આ અવધી વધારવા અંગે ભલામણો કરવામાં આવી છે.

Updated By: May 4, 2020, 11:04 PM IST
બેંકના EMI ભરવામાંથી વધારે 3 મહિના માટે મળી શકે છે મુક્તિ, સરકારના સંકેત

નવી દિલ્હી : દેશમાં લોકડાઉનનો (Lockdown) સમય 17 મે સુધી વધારી દેવાયા બાદ રિઝર્વ બેંક હવે બેંકોની લોનને પરત લાવવા પર લગાવાયેલા પ્રતિબંધોની અવધિને ત્રણ મહિના વધારવા અંગે વિચાર કરી રહ્યા છે. કેન્દ્રીય બેંકે કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે લગાવાયેલા લોકડાઉનના કારણે પ્રભાવિત લોકોની મદદ માટે ત્રણ મહિના સુધી બેંકની લોનના ઇએમઆઇ ચુકવવા માટેની છુટ આપવામાં આવી છે. આ છૂટ 31 મે સુધી લંબાવવામાં આવી શકે છે. સુત્રોનું કહેવું છે કે, હવે જ્યારે સરકારે લોકડાઉનની અવધિને 17 મે સુધી વધારી દીધી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, લોન ઇએમઆઇના સમયમાં આગળ વધારવામાં આવવું જોઇએ. ભારતીય બૈંક સંઘ સહિત અનેક ક્ષેત્રોમાંથી આ અવધી વધારવા અંગે ભલામણો કરવામાં આવી છે.

ભારત જીતશે Coronavirus સામે જંગ: 3 રસીને મળી દેશમાં ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી

સુત્રોનું કહેવું છે કે, રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને 17 મે સુધી વધારવામાં આવવાને કારણે કમાણીનો સ્ત્રોતો ઝડપથી આગળ નથી વધી શકતા. એવી સ્થિતીમાં અનેક ઉદ્યોગ, ફર્મ અને વ્યક્તિ પોતાની લોનની ઇએમઆઇ નહી ચુકવી શકે. રિઝર્વ બેંકનાં ત્રણ મહિનાનો છુટનો સમયગાળો 31 મેના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.

Lockdown: BJP નું શાસન ન હોય તેવા રાજ્યોએ ચોક્કસ રણનીતિ હેઠળ મજુરો પાસેથી ભાડા વસુલ્યા?

જાહેર ક્ષેત્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઇએમઆઇ પરત કરવાની અવધિને ત્રણ મહિના આગળ વધારવાનાં નિયામકની તરફથી વ્યવહારિક પગલું હશે. અધિકારીઓએ કહ્યું કે, એવા મુશ્કેલ સમયમાં આ પ્રકારનાં પગલા લેનારા અને બેંક બંન્ને માટે મદદગાર હશે. રિઝર્વ બેંકે 27 માર્ચે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ગ્રાહકોનાં 1 માર્ચ 2020ના રોજ બાકી તમામ પ્રકારની સૌથી  વધારે લોન પરત કરવાનાં ઇએમઆઇની ચુકવણીમાં ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી. 
રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે જાહેર ક્ષેત્રની અને ખાનગી બેંકોની સાથે બેઠક યોજી હતી.  આ બેઠકમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત લોન પરત કરતી અટકાવવા મુદ્દાની સમીક્ષા પણ કરવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube