Apple iPhone 11 Pro Event: ક્યાં જોશો, ઇવેન્ટનો સમય, લાઇવસ્ટ્રીમ સહિત તમામ જાણકારી
આ સાથે તમને જણાવી દઈએ કે 2019ના આઈફોન આવતા પહેલા 2020ના ફોનની ડિટેઇલ બહાર આવવા લાગી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Apple પોતાની વાર્ષિક ઇવેન્ટમાં iPhone 11ની સાથે 10 સપ્ટેમ્બરે અપકમિંગ પ્રોડક્ટ્સ અને સેવાઓની જાહેરાત કરશે. આ ઇવેન્ટની શરૂઆત 10AM PTના કેલિફોર્નિયા, ક્યૂપર્ટિનોમાં સ્થિત સ્ટીવ જોબ્સ થિએટરમાં થશે. એપલ આ ઈવેન્ટમાં 3 નવા ફોન મોડલ્સ લોન્ચ કરી શકે છે. માહિતી પ્રમાણે Apple iPhone 11, 11 Max/11 Pro અને 11R કંપનીના જૂના મોડલ iPhone XS, XS Max અને XRને રિપ્લેસ કરશે. અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં સારો કેમેરો, ફાસ્ટ પ્રોસેસર અને iOS 13 આપવામાં આવશે.
પાછલા સપ્તાહે એપલે કેટલાક મીડિયાને આમંત્રણ મોકલ્યું હતું. આ આમંત્રણમાં એપલના લોગોને 5 જુદા-જુદા કલરમાં જોવી શકાય છે. આ સાથે પ્રથમવાર એવુથવા જઈ રહ્યું છએ કે, એપલ પોતાની આ ઇવેન્ટનું YouTube લાઇસ સ્ટ્રીમિંગ કરશે. આ પહેલા એપલની ઇવેન્ટ માત્ર iOS ડિવાઇઝ પર જોવા મળતી હતી. આ સિવાય એપલ પોતાના ઇવેન્ટ પેજ પર પણ બી ઈવેન્ટનું લાઇવસ્ટ્રીમિંગ કરશે. જો તમારી પાસે Apple TV છે, તો તમે Apple Events App પર પણ ઇવેન્ટને લાઇવ જોઈ શકો છો.
આ સાથે તમને જણાવી દઈએ કે 2019ના આઈફોન આવતા પહેલા 2020ના ફોનની ડિટેઇલ બહાર આવવા લાગી છે. હાલમાં પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે 2020ના iPhonesમા ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી શકે છે. વીવો ફોનમાં તો આ ફિચર સામાન્ય થઈ ગયું છે. આ જાણકારી અનુસાર 2020ના iPhonesમા યૂઝર ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ટચ આઇડીનો અનુભવ લઈ શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે