Apple રસિયાઓ માટે ખુશખબર! iOS 18 પબ્લિક બીટાનું ચોથું વર્ઝન જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Apple iOS 18 Public Beta 4: Apple એ iOS 18નું ચોથું પબ્લિક બીટા વર્ઝન જાહેર કરી દીધું છે. તેમાં ઘણા નવા ફીચર્સ સામેલ છે. સાથે સિસ્ટમને વધુ બહેતર બનાવવા માટે કેટલાક બગ ફિક્સ અને અપડેટ્સ પણ આપવામાં આવ્યા છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

Apple રસિયાઓ માટે ખુશખબર! iOS 18 પબ્લિક બીટાનું ચોથું વર્ઝન જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Apple એ iOS 18નું ચોથું પબ્લિક બીટા વર્ઝન જાહેર કરી દીધું છે. તેમાં ઘણા નવા ફીચર્સ સામેલ છે. સાથે સિસ્ટમને વધુ બહેતર બનાવવા માટે કેટલાક બગ ફિક્સ અને અપડેટ્સ પણ આપવામાં આવ્યા છે. iOS 18 પબ્લિક બીટા કેટલાક બગ ફિક્સેસ અને સિસ્ટમ સ્ટેબિલિટીમાં સુધારણાઓ સાથે ઘણી નવા ફીચર્સ લાવે છે. જેમાં કંટ્રોલ સેન્ટરમાં બ્લૂટૂથને કંટ્રોલમાં લાવવું, હોમ, ફોટો, નોટ્સ જેવા એપમાં સ્પ્લેશ સ્ક્રીન લાવવાનો સમાવેશ થાય છે.

આવો જાણીએ નવા ફીચર્સમાં શું છે?
કંટ્રોલ સેન્ટરમાં અલગ બ્લૂટૂથ કંટ્રોલ- હવે તમે કંટ્રોલ સેન્ટરમાં સીધા બ્લૂટૂથને ઓન/ઓફ કરી શકશો.
એપમાં સ્પ્લેશ સ્ક્રીન- હોમ, ફોટોઝ, નોટ્સ જેવા એપને ખોલતી સમયે એક નાની સ્ક્રિન જોવા મળશે જે જણાવશે આ અપડેટમાં શું નવું છે.
એપ આઈકોનનો કલર બદલવો- હવે તમે પોતાના વોલપેપર અને લોકસ્ક્રીનથી મેચ કરીને એપ આઈકોનનો કલર બદલી શકશો. ડાર્ક મોડમાં પણ હવે નોટિફિકેશનમાં એપ આઈકોન યોગ્ય દેખાશે.

iOS 18 નું પબ્લિક બીટા વર્ઝન કેવી રીતે ડાઉનલોડ કરશો?
iOS 18ને ઓપન ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે એપલના બીટા પ્રોગ્રામમાં રજિસ્ટર કરવું પડશે. રજિસ્ટર કરવા માટે તમે https://beta.apple.com/ પર જાવ. ત્યાં સાઈન અપ બટન દબાવો અને પોતાના એપલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.

એક વાર રજિસ્ટર કર્યા બાદ
1. તમારા ફોનની સેટિંગ્સ ખોલો.
2. પછી જનરલ General પર ટેપ કરો.
3. સોફ્ટવેયર અપડેટ Software Update પર ટેપ કરો.
4. હવે સામે આવેલા લિસ્ટમાંથી iOS 18 public beta પસંદ કરો.
5. અપડેટ ઈન્સ્ટોલ કરવા માટે Update Now પર ટેપ કરો.

હવે આવશે iOS 18 નું ફાઈનલ વર્ઝન?
એપલે જૂનમાં iOS 18ની જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ ડેવલપર અને પબ્લિક બીટા વર્ઝનમાં છે. આશા છે કે સપ્ટેમ્બરમાં iPhone 16 સીરિઝના લોન્ચની સાથે આનું ફાઈનલ વર્ઝન તમામ માટે લાવી દેવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news