200 રૂપિયાથી ઓછી કિંમતમાં 60જીબી ડેટા અને 30 દિવસની વેલિડિટી, આ કંપનીની દમદાર ઓફર

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલનો આ પ્લાન 30 દિવસ સુધી ચાલે છે. પ્લાનમાં કંપની દરરોજ બે જીબી હિસાબે કુલ 30 જીબી ડેટા આપી રહી છે. 
 

200 રૂપિયાથી ઓછી કિંમતમાં 60જીબી ડેટા અને 30 દિવસની વેલિડિટી, આ કંપનીની દમદાર ઓફર

નવી દિલ્હીઃ ખાનગી ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને દરેક રેન્જના બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. આ વચ્ચે બીએસએનએલ પણ પોતાના પ્લાન્સથી બીજી કંપનીઓને ટક્કર આપી રહી છે. કંપનીની પાસે સસ્તા ભાવમાં શાનદાર ઓફર આપતા પ્લાન હાજર છે. તેમાંથી એક પ્લાન 199 રૂપિયાનો છે. બીએસએનએલનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં કુલ 60 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાન જિયો અને વોડાફોન-આઈડિયાના 30 દિવસની વેલિડિટીવાળા પ્લાનને ટક્કર આપે છે. શું છે આ પ્લાનમાં ખાસ જાણો વિગત..

199 રૂપિયાના પ્લાનમાં મળતા લાભ
સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલનો આ પ્લાન 30 દિવસ સુધી ચાલે છે. પ્લાનમાં કંપની દરરોજ બે જીબી હિસાબે કુલ 30 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનમાં તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકશે. તો તમને દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ મળશે. 

જિયોના આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી
તો રિલાયન્સ જિયો પોતાના 296 રૂપિયાવાળા પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આપી રહ્યું છે. આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે 25 જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે. આ પ્લાનમાં જિયો ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ અને ફ્રી કોલિંગની સુવિધા આપી રહી છે. તો ગ્રાહકોને પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 

કેવો છે વોડાફોન-આઈડિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાનો 30 દિવસની વેલિડિટીવાળો પ્લાન 327 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે 25 જીબી ડેટા મળશે. પ્લાનમાં કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. પ્લાનમાં તમને Vi movies and TV એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news