આ iPhone ની કિંમત જાણીને ચક્કર આવી જશે, ચંદ્ર અને મંગળ સાથે છે કનેક્શન

ફોનને ડિઝાઈન કરવામાં કંપનીએ મંગળ ગ્રહ, બુધ ગ્રહ અને ચંદ્રના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યું છે. આ સીરિઝને કંપનીએ સ્પેસ ઓડિસી નામ આપ્યું છે. ફોનના નામ સ્પેસ ઓડિસી માર્સ, સ્પેસ ઓડિસી મૂન અને સ્પેસ ઓડિસી મરક્યૂરી રાખવામાં આવ્યું છે.

આ iPhone ની કિંમત જાણીને ચક્કર આવી જશે, ચંદ્ર અને મંગળ સાથે છે કનેક્શન

ફાલ્ગુની લખાણી/ અમદાવાદ: 'જો iPhone લેવો હોય તો કિડની વેચવી પડશે.' આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને જણાવીશું એવા iPhone વિશે જેને વેચવા માટે તમારે એક નહીં બંને કિડની વેચવી પડશે. જી હા, તમે સાચુ સાંભળ્યું. iPhoneનું એક ખાસ વર્ઝન બનાવવામાં આવ્યું  છે. જેની કિંમત પાંચ લાખ કરતા વધારે છે. અને તેનું સીધુ કનેક્શન ચંદ્ર અને મંગળ ગ્રહ સાથે છે. ચાલો જણાવીએ શું છે આઈફોનની ખાસિયત...

તમે આજ સુધી iPhoneના અનેક વર્ઝન જોયા હશે. ડાયમંડ અને ગોલ્ડ પ્લેટેડ પણ હોય છે. પરંતુ એક કંપનીએ એવા iPhone બનાવ્યા છે જેમાં મંગળ ગ્રહ, બુધ ગ્રહ અને ચંદ્રના ટુકડાનો ઉપયોગ કરવામાં આવશે. આ લક્ઝરી iPhone રશિયાની કેવિયાર કંપનીએ તૈયાર કર્યો છે. જેના બહારના ભાગને કસ્ટમાઈઝ કરવામાં વ્યો છે. કંપનીએ iPhone 12 અને iPhone 12 પ્રો મેક્સને કસ્ટમાઈઝ કર્યા છે.

ફોનને ડિઝાઈન કરવામાં કંપનીએ મંગળ ગ્રહ, બુધ ગ્રહ અને ચંદ્રના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યું છે. આ સીરિઝને કંપનીએ સ્પેસ ઓડિસી નામ આપ્યું છે. ફોનના નામ સ્પેસ ઓડિસી માર્સ, સ્પેસ ઓડિસી મૂન અને સ્પેસ ઓડિસી મરક્યૂરી રાખવામાં આવ્યું છે. ફોનના ફ્રંટને એક જેવું જ રાખવામાં આવ્યું છે પરંતુ તેના બહારના ભાગને આ ગ્રહના ટુકડાઓથી સજાવવામાં આવ્યું છે. નીચે એક પરપોટા જેવો આકાર નજર આવશે.

આ પરપોટામાં તમને ચંદ્ર, બુધ અને મંગળના ટુકડા નજર આવશે. જેને અંતરિક્ષથી લાવવામાં આવેલા પથ્થરોથી સજાવવામાં આવ્યા છે. વાત હવે તેની કિંમતની કરીએ તો સૌથી મોંઘુ વર્ઝન આઈફોન 12 પ્રો મેક્સ છે. જેની કિંમત 5 લાખ 70 હજાર છે. જેમાં મંગળ ગ્રહના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ચંદ્ર અને બુધ ગ્રહના વેરિયંટ છે.

કંપનીએ આવા માત્ર 19 ફોન બનાવ્યા છે. કેવિયારે જણાવ્યું કે કેટલાક ફોનમાં ઉલ્કાપિંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. એક વાત તો ચોક્કસ છે કે, આ ફોન ખરીદવા માટે ખરેખર બંને કિડની વેચવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news