રોજ ગૂગલ કેટલું પાણી પી જાય છે? જાણો આટલાં ડેટા યાદ રાખવા માટે ગૂગલને કેટલીવાર લાગે છે 'તરસ'

ગૂગલ પર દરરોજ અબજો સર્ચ કરવામાં આવે છે. ડેટા તેના કેન્દ્રોમાં સાચવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આ કેન્દ્રોમાં કેટલા પાણીનો વપરાશ થાય છે? વિશ્વભરના ગૂગલ ડેટા સેન્ટર્સે વર્ષ 2021માં 1500 કરોડ લિટર પાણીનો વપરાશ કર્યો છે. તેમાંથી 80 ટકા વપરાશ માત્ર અમેરિકાના કેન્દ્રોમાં થઈ રહ્યો છે.

રોજ ગૂગલ કેટલું પાણી પી જાય છે? જાણો આટલાં ડેટા યાદ રાખવા માટે ગૂગલને કેટલીવાર લાગે છે 'તરસ'

Google Water Consumption: Google સમગ્ર વિશ્વમાં લોકોના પ્રશ્નોના જવાબ આપે છે. તેના ડેટા સેન્ટર આમાં ઉપયોગી છે. પરંતુ આ ડેટા સેન્ટરો કરોડો લીટર પાણી પીવે છે. જી હા તમને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે. વિશ્વભરના ગૂગલ ડેટા સેન્ટરોએ 2021માં 1500 કરોડ લિટર પાણીનો ખર્ચ કર્યો છે. તેમાંથી 80 ટકા અમેરિકામાં હાજર ડેટા સેન્ટરનો વપરાશ છે. 

આ પણ ખાસ વાંચોઃ

ગૂગલે આ માહિતી ત્યારે આપી જ્યારે તેને એક મીડિયા સંસ્થા ધ ઓરેગોનિયન દ્વારા પડકારવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું કે ગૂગલ જણાવે કે ઓરેગોનમાં સ્થિત ગૂગલ ડેટા સેન્ટર કેટલું પાણી વાપરે છે. આ બાબતે મામલો થોડો જટિલ બન્યો હતો. કેસ કોર્ટમાં પણ ગયો હતો. આ કેસ 1 વર્ષ સુધી ચાલ્યો. ત્યારપછી ગૂગલે ખુલાસો કર્યો કે ઓરેગોનના ડેટા સેન્ટરે 2021માં 125 કરોડ લિટર પાણીનો ખર્ચ કર્યો છે. આ સાથે, કંપનીએ કહ્યું કે હવે તે સમયસર આવા અહેવાલો આપવાનું ચાલુ રાખશે.

આ પણ ખાસ વાંચોઃ

ગૂગલે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેની સુવિધાઓમાં પાણીનો વપરાશ 3 ગણો થયો છે. ઓરેગોનમાં, કેન્દ્ર આખા શહેરને પૂરા પાડવામાં આવતા પાણીના ચોથા ભાગનો ઉપયોગ કરી રહ્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર, તેનું ડેટા સેન્ટર અમેરિકામાં 29 ગોલ્ફ કોર્સ જેટલું પાણી વાપરી રહ્યું છે. વાસ્તવમાં, અન્ય ટેક કંપનીઓની જેમ, Google એ ક્યારેય જાહેર કર્યું નથી કે તે કેટલું પાણી વાપરે છે. આ પહેલીવાર છે જ્યારે ગૂગલે જાહેર કર્યું છે કે તે કેટલું પાણી વાપરે છે.

આ પણ ખાસ વાંચોઃ

ન્યૂયોર્ક સ્થિત અપટાઈમ ઈન્સ્ટિટ્યૂટના સસ્ટેનેબિલિટી કન્સલ્ટન્ટ ડેવિડ મિટોને જણાવ્યું હતું કે Google કદાચ તેના પાણીના વપરાશને જાહેર કરનાર પ્રથમ ટેક જાયન્ટ છે. અગાઉ કોઈ કંપની પાણીનો વપરાશ જાહેર કરતી ન હતી. તે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ગૂગલે પાણીના વપરાશ પર પોતાને પારદર્શક બનાવી દીધી છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news