હવે તમે Smart TV પર પણ કરી શકશો Shopping! ગૂગલના નવા ફિચરે મચાવી ધૂમ
Google એ સ્માર્ટ ટીવી માટે નવું શોપ ટેબ રજૂ કર્યું છે. શોપ ટેબ યુઝરને મૂવી ખરીદવા અથવા ભાડે લેવાની અને તેમના Android ટીવી પર સીધા જ ખરીદી કરવાની મંજૂરી આપે છે.
Trending Photos
Google એ એન્ડ્રોઇડ ટીવી ડીવાઈસિસ માટે એક નવું શોપ ટેબ રજૂ કર્યું છે. શોપ ટેબ યુઝરને મૂવી ખરીદવા અથવા ભાડે લેવાની ક્ષમતા પ્રદાન કરે છે અને તેમને તેમના Android ટીવી પર સીધી ખરીદી કરવાની મંજૂરી આપે છે.
અમેરીકામા Android TV ઉપકરણો માટે નવી શોપ ટેબ ઉપલબ્ધ છે થોડા અઠવાડિયામાં તે વૈશ્વિક રોલ આઉટ થવાની ઉમ્મીદ છે.. કંપનીએ કહ્યું છે કે, 'શોપ ટેબ દ્વારા, તમે નવી મૂવીઝ ખરીદી શકો છો અથવા ભાડે પર પણ લઈ શકો છો તેમજ નવી લાઇબ્રેરીનો ઉપયોગ પણ કરી શકો છો.'
તમારા Google એકાઉન્ટ વડે કરેલી બધી ખરીદીઓ તમારી લાઇબ્રેરીમાં સાચવવામાં આવશે, જેમાં YouTube, અન્ય Google TV અને Android TV ઉપકરણો અને Google TV મોબાઇલ ઍપમાંથી કરેલી ખરીદીનો સમાવેશ થાય છે.
તમારા ફોન અથવા ટેબ્લેટ પર પણ Google TV મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારી ખરીદેલી કનટેન્ટ ઑફલાઇન ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો:
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે