ગૂગલે આ 85 એપ્સને ગણાવી ખતરનાક, તાત્કાલિક ફોનમાંથી કરો ડિલીટ

ગૂગલે તાજેતરમાં જ 85 ખતરનાક apps પોતાના પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે, જે ફોનમાં હાલ તમારી જાણકારીઓ પર નજર રાખી રહી હતી. આ એપ્સ ગૂગલના પ્લે સ્ટોરમાંથી ભલે હટાવી દેવામાં આવી હોય, પરંતુ જો તમે આ એપ્સને ફોનમાં ડાઉનલોડ કરી ચૂક્યા છો, તો તમારે પોતે તેને દૂર કરવી પડશે. 

ગૂગલે આ 85 એપ્સને ગણાવી ખતરનાક, તાત્કાલિક ફોનમાંથી કરો ડિલીટ

નવી દિલ્હી: ગૂગલે તાજેતરમાં જ 85 ખતરનાક apps પોતાના પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે, જે ફોનમાં હાલ તમારી જાણકારીઓ પર નજર રાખી રહી હતી. આ એપ્સ ગૂગલના પ્લે સ્ટોરમાંથી ભલે હટાવી દેવામાં આવી હોય, પરંતુ જો તમે આ એપ્સને ફોનમાં ડાઉનલોડ કરી ચૂક્યા છો, તો તમારે પોતે તેને દૂર કરવી પડશે. જે 85 એપ્સ દૂર કરવામાં આવી છે, તેમાં વાયરસ પણ છે. આ એપ્સ તમારા ફોનમાં ફૂલ સ્ક્રીન એડ બતાવીને મોબાઇલના બેકગ્રાઉંડમાં ચાલુ રહે છે અને તમારા ફોનની અનલોકિંગ ફંકશન પર નજર રાખતી હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર આ એપ્સ એક પ્રકારે જાસૂસી એપ્સનો ભાગ છે. 

90 લાખવાર થઇ ચૂકી છે ડાઉનલોડ
જાપાનની સાયબર સિક્યોરિટી અને ડિફેંસ કંપની Trend Micro ના અનુસાર આ એપ્સને લગભગ 90 લાખ વાર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી છે. તેમાં એક એપ 'Easy Universal Remote’ જ એકલી 50 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ 85 એપ્સની યાદીમાં આ સૌથી વધુ ડાઉનલોડ થનાર એપ્સ છે. 

આ રીતે થાય છે નુકસાન
એકવાર તમે આ એપ્સને ફોનમાં ડાઉનલોડ કરી લો છો અને ઉપયોગ કરવાનું શરૂ કરો છો તો શરૂમાં તમને ફૂલ સ્ક્રીન પોપ-અપ એડ બતાવે છે. આ એડ તમને ત્યાં સુધી બતાવે છે, જ્યાં સુધી તમે તેને વારંવાર બેકનું બટન દબાવીને બંધ ન કરો. પરંતુ આ દરમિયાન ઘણા અલગ-અલગ URL ખુલી ગયા હોય છે. પછી તમે આ એપનો ઉપયોગ કરવાનું બંધ કરી દો છો, ત્યારે પણ બેકગ્રાઉંડમાં આ એપ ચાલુ રહે છે અને પછી લગભગ દર અડધા કલાકે ડિવાઇસમાં પોપ-અપ કરે છે. બેકગ્રાઉંડમાં ચાલુ રહેતા તમારા ફોનના બધા ફંક્શંસ પર નજર રાખે છે અને ડેટા લીકનું કારણ બની શકે છે. 

આ છે તે એપ્સની યાદી

-TV Remote
-SPORT TV
-Offroad Extreme
-Remote Control
-Moto Racing
-A/C Remote
-Prado Parking Simulator 3D
-TV WORLD
-City Extremepolis 100
-American Muscle Car
-Idle Drift
-Brasil TV
-Nigeria TV
-WORLD TV
-Drift Car Racing Driving
-BRASIL TV
-Golden
-Bus Driver
-Trump Stickers
-Love Stickers
-TV EN ESPAÑOL
-Christmas Stickers
-Parking Game
-TV EN ESPANOL
-TV IN SPANISH
-TV IN ENGLISH
-Racing in Car 3D Game
-Mustang Monster Truck Stunts
-TDT España
-Brasil TV
-Challenge Car Stunts Game
-Prado Car
-UK TV
-POLSKA TV
-Universal TV Remote
-Bus Simulator Pro
-Photo Editor Collage 1
-Canais de TV do Brasil
-Prado Car 10
-Spanish TV
-Kisses
-Prado Parking City
-SPORT TV
-Pirate Story
-Extreme Trucks
-TV SPANISH
-Canada TV Channels 1
-Prado Parking
-3D Racing
-TV
-USA TV 50,000
-GA Player
-Real Drone Simulator
-Garage Door Remote
-Racing Car 3D
-TV
-TV Colombia
-Racing Car 3D Game
-World Tv
-FRANCE TV
-Hearts
-PORTUGAL TV
-SPORT TV 1
-SOUTH AFRICA TV
-3d Monster Truck
-ITALIA TV
-Vietnam TV
-Movies Stickers
-Police Chase
-South Africa TV
-TV of the World
-WORLD TV
-ESPAÑA TV
-TV IN ENGLISH
-TV World Channel
-Televisão do Brasil
-CHILE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news