ફોન ખોવાઈ જાય તો તુરંત મળી જશે, ચોરાઈ જશે તો ટ્રેક થશે, ડાઉનલોડ કરો આ એપ

 સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ફાઇન્ડ માય ડિવાઇસ એપ્લિકેશનની મદદથી તમે તમારો ખોવાયેલા ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો અને તેને શોધી શકો છો. 

ફોન ખોવાઈ જાય તો તુરંત મળી જશે, ચોરાઈ જશે તો ટ્રેક થશે, ડાઉનલોડ કરો આ એપ

નવી દિલ્હીઃ  જો તમારો ફોન ક્યારે પણ ખોવાઈ જાય અથવા તો ફોનની ચોરી થઈ જાય તો તમારે સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવો જોઈએ અથવા હવે જુના ફોનને ભૂલીને નવો ફોન ખરીદવો જોઈએ. પરંતુ હવે તમે તમારો ફોન શોધી શકશો. તમે તમારો ખોવાયેલ ફોનને ટ્રેક કરી શકશો. સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ફાઇન્ડ માય ડિવાઇસ એપ્લિકેશનની મદદથી તમે તમારો ખોવાયેલા ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો અને તેને શોધી શકો છો. 

Find My Device App Google Manager, Google 
 ગૂગલની લોકેશન આધારિત એપ્લિકેશન જે ખોવાયેલા ફોનને ટ્રેક કરવાનું કામ કરે છે . આ એપ ફોન ખોવાઈ ગયા પછી પણ તેનું છેલ્લું લોકેશન જણાવે છે. જેનાથી હવે જ્યારે પણ તમારો ફોન ખોવાઈ જાય અથવા તમે તેને ક્યાંક ભૂલી જાવ તો તમે આ એપની મદદથી ફોનને સરળતાથી સર્ચ કરી શકો છો. 

આ પણ વાંચોઃ ખુશખબર: હવે Twitter માંથી થશે મોટી કમાણી, આ યૂઝર્સને પૈસા આપશે ઇલોન મસ્ક

Find My Divasને કરો ડાઉનલોડ
આ માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી Find My Divasને ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી તમે એપ ઓપન કરો અને તમારા જીમેલ આઈડીથી લોગઈન કરો. તમારા ફોન જે આઈડી પર રજીસ્ટર હોય છે. તે જ આઈડીને તમારે લોગીન કરવું પડશે.
  
જાણો આ એપ્લિકેશન કેવી રીતે કરે છે કામ 
એન્ડ્રોઈડ ફોનનું વાસ્તવિક સ્થાન શોધવા માટે ફોનની બિલ્ટ-ઈન GPS સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તમારા જીમેલ આઈડીથી લોગીન કરવું પડશે. તમે લોન લઈ કરો એટલે તમારો ફોન એપમાં લિસ્ટ થઈ જાય છે. જેથી જ્યારે પણ તમે તમારા ફોનને ટ્રેક કરવા માગો છો. અથવા તેથી વર્તમાન સ્થિતિ તપાસો છો. ત્યારે તમે તેને તપાસવા માટે તે ફોનના આઈકન પર ટેપ કરી શકો છો. આમ કરવાથી તમને ફોનનું હાલનું લોકેશન,  બેટરીની સ્થિતિ અને સેવા પ્રદાતાની માહિતી મળશે. 

આ પણ વાંચોઃ જિયોનો 231 રૂપિયાનો એકદમ તગડો પ્લાન, 11 મહિના સુધી મન હોય એટલી વાત કરો
 
 ખોવાયેલા ફોનને કરી રીતે શોધવો
 જો તમારો ફોન ખોવાઈ ગયો છે તો તમે Find My Device એપથી તેનું લોકેશન કેવી રીતે ચેક કરી શકશો. તમારે આની માટે બીજો એક ફોન જોશે. જેની મદદથી તમે તમારો ખોવાયેલો ફોન મળી જશે. તો તમે તમારા ફોનને પરિવારના કોઈ સભ્ય અથવા મિત્ર પાસેથી થોડા સમય માટે ઉધાર લઈને ટ્રેક કરી શકો છો. આટલું જ નહીં જો તમારો ફોન ચોરાઈ જાય તો તમે આ એપની મદદથી ચોરને પકડી શકો છો. હવે તમે વિચારતા હશો કે જો ચોર તમારું સિમ ફેંકી દેશે તો શું થશે? અમને જણાવી દઈએ કે જો ચોરે તમારું સિમ  ફેંકી દીધું છે, તો તમે Google Device Manage એપ પર જઈને પ્લે સાઉન્ડના વિકલ્પ પર ટેપ કરી શકો છો. આનાથી તમારો ફોન 5 મિનિટ સુધી સતત રણકતો રહેશે અને તે ચોરની તમામ સ્માર્ટનેસ અકબંધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news