Jio લાવ્યું સૌથી સસ્તો પ્લાન! 1559 માં એક વર્ષ મળશે Unlimited Calling, Data
Jio 1559 Prepaid Plan માં તમને Unlimited Calling ની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. તેને Jio Affordable Pack નું નામ આપવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Airtel ની સાથે જિયોએ પણ 5G ની જાહેરાત કરી છે. જો તમે Jio User છો તો અમે તમને નવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. આ પ્લાનમાં તમને બધી સુવિધાઓ મળે છે. સાથે તે માટે તમારે નાનું રિચાર્જ કરાવવું પડશે. ખાસ વાત છે કે આ પ્લાનની વેલિડિટી તમને એક વર્ષ જેટલી મળે છે. ચાલો આ પ્લાન વિશે માહિતી મેળવીએ.
Jio 1559 Prepaid Plan માં તમને Unlimited Calling ની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 336 દિવસ માટે આપવામાં આવે છે. તેને Jio Affordable Pack ના નામથી ઓળખવામાં આવે છે. તેમાં તમને 3600 એસએમએસ પણ આપવામાં આવે છે. સાથે આ પ્લાન 24GB Data પણ ઓફર કરે છે. જે એક વર્ષ માટે વેલિડ રહે છે. પરંતુ આ ડેટા પૂરો થયા બાદ પણ નેટ બંધ થશે નહીં પરંતુ તેની સ્પીડ ઓછી થઈ જશે.
Airtel Annual Plan-
Airtel 1799 Prepaid Plan પણ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે જો તમે Airtel User છો તો તેમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે આ પ્લાનમાં તમને 1 વર્ષની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં વર્ષ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. સાથે તમને 3600 એસએમએસ પણ મળે છે. આ પ્લાન તમને 24જીબી ડેટા આપે છે. તેમાં Free Hello Tunes અને Wynk Music નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.
Vodafone-Idea Annual Plan
Vodafone-Idea ના Annual Plan ની વાત કરીએ તો તમને અહીં પણ 1799ના રિચાર્જ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. તેમાં તમને 3600 એસએમએસની સુવિધા મળે છે. આ સાથે તમને 24જીબી ડેટા પણ મળે છે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો તમે પણ આ રિચાર્જને ખરીદવા ઈચ્છો છો તો તમારે પહેલા વોડાફોન નંબર ખરીદવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે