Jio ના બે સસ્તા પ્લાન, 250 રૂપિયાની અંદર મેળવો 1.5GB ડેટા સહિત ધણા ધાંસૂ ફાયદા
દેશની નંબર-1 ટેલીકોમ કંપની જિયો પાસે પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ પ્લાનની એક મોટી સિરીઝ છે. જેમાં યૂઝર્સને ડેટા અને કોલિંગ સાથે અન્ય બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ Jio cheapest Recharge Plan: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)પોતાના ગ્રાહકો માટે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરે છે. જ્યાં તમને ઘણા બેનિફિટ્સ મળી જાય છે. પરંતુ આજે અમે તમને જિયોના એક એવા સસ્તા રિચાર્જ પ્લાન (Cheapest Recharge Plans)વિશે જણાવી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
જે પ્લાન વિશે અમે વાત કરી રહ્યાં છીએ તે પ્લાન છે જિયોનો 199 રૂપિયા અને બીજો 239 રૂપિયાવાળો પ્લાન. જેમાં તમને 1.5 જીબી ડેટાની સાથે અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે. આવો આ પ્લાન વિશે જાણીએ...
Jio 199 Prepaid Recharge Plan
વાત 199 રૂપિયાવાળા પ્લાનની (Jio Recharge)કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. તો આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. આ સિવાય પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની (Unlimited calling) સાથે દરરોજ 100 એસએમએસનો લાભ મળી રહ્યો છે. આ સિવાય જિયો યૂઝર્સની સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. સાથે કંપની એડિશનલ બેનિફિટ્સ પણ આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને 5જી ડેટાનો લાભ મળતો નથી.
Jio 239 Prepaid Recharge Plan
જિયોના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 28 દિવસની વેલિડિટી મળી રહી છે. જેમાં તમને કુલ 42જીબી ડેટા મળશે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા પ્રદાન કરે છે. આ પ્લાન 5જી ડેટા સપોર્ટની સાથે આવે છે. આ સિવાય પ્લાનમાં તમને JioTV, JioCinema અને અન્ય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે