આ છે Jio ના સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ આપતા પ્લાન, 50 દિવસ વધુ વેલિડિટી, નેટફ્લિક્સ-પ્રાઈમ વીડિયોની પણ મજા

લાઈવ સ્ટ્રિમિંગ અને ઓટીટી કન્ટેન્ટ જોવા માટે યૂઝર્સ આજકાલ હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્લાન પસંદ કરી રહ્યા છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે રિલાયન્સ જિયો ફાઈબરના પોર્ટફોલિયોમાં કેટલાક જબરદસ્ત પ્લાન છે.

આ છે Jio ના સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ આપતા પ્લાન, 50 દિવસ વધુ વેલિડિટી, નેટફ્લિક્સ-પ્રાઈમ વીડિયોની પણ મજા

લાઈવ સ્ટ્રિમિંગ અને ઓટીટી કન્ટેન્ટ જોવા માટે યૂઝર્સ આજકાલ હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્લાન પસંદ કરી રહ્યા છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે રિલાયન્સ જિયો ફાઈબરના પોર્ટફોલિયોમાં કેટલાક જબરદસ્ત પ્લાન છે. આ પ્લાનમાં 500Mbps થી લઈને 2Gbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ આપવામાં આવી રહી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં તમને નેટફ્લિક્સ અને પ્રાઈમ વીડિયો જેવા લોકપ્રિય ઓટીટી એપ્સની સાથે 550 થી વધુ ટીવી ચેનલ્સનું ફ્રી એક્સેસ મળશે. પ્લાન્સને 12 મહિના માટે સબસ્ક્રાઈબ કરારા યૂઝર્સને 50 દિવસ માટે એક્સ્ટ્રા વેલિડિટી પણ મળશે. જિયો ફાયબરના પ્લાન વિશે વધુ જાણો.

જિયો ફાઈબરનો 2499નો પ્લાન
જિયો ફાઈબરના આ પ્લાનને 12 મહિના માટે 29988 રૂપિયા + જીએસટી સાથે સબસ્ક્રાઈબ કરી શકાય છે. 12 મહિના માટે આ પ્લાનને સબસ્ક્રાઈબ કરવાથી તમને 50 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી મળશે. પ્લાનમાં કંપની 500Mbps ની અપલોડ અને ડાઉનલોડ સ્પીડ આપે છે. ઈન્ટરનેટ યૂઝ કરવા માટે પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન 550થી વધુ ફ્રી ચેનલ્સ સાથે આવે છે. પ્લાનમાં તમને નેટફ્લિક્સ અને પ્રાઈમ વીડિયો સાથે 14 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાન ફ્રી કોલિંગ પણ આપે છે. 

જિયો ફાઈબરનો 3999 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનનું એન્યુઅલ સબસ્ક્રિબ્શન 47988 રૂપિયા +GST માં આવે છે. જેમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા અને 1 Gbps ની સ્પીડ આપે છે. પ્લાનમાં તમને ફ્રી કોલિંગ પણ મળશે. આ પ્લાન 550થી વધુ ટીવી ચેનલ્સના ફ્રી એક્સેસ સાથે આવે છે. જેમાં કંપની નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ અને ડિઝની પ્લસ હોટસ્ટારની સાથે અનેક ધાંસૂ ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ પણ આપશે. ખાસ વાત એ છે  કે આ પ્લાનમાં પણ કંપની 50 દિવસની એકસ્ટ્રા વેલિડિટી આપી રહી છે. 

જિયો ફાઈબરનો 8499 રૂપિયાવાળો પ્લાન
1 Gbps ની ઈન્ટરનેટ સ્પીડવાળા આ પ્લાનને એન્યુઅલ સબસ્ક્રિપ્શન માટે તમારે 101988 રૂપિયા ખર્ચ કરવા પડશે. પ્લાનને 12 મહિના માટે સબસ્ક્રાઈબ કરવાથી તમને 50 મહિનાની વધુ વેલિડિટી ફ્રી મળશે. પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા ઓફર કરે છે. આ પ્લાન 550થી વધુ ટીવી ચેનલ સાથે આવે છે. તેમાં તમને નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટારની સાથે સોની લિવનું પણ ફ્રી એક્સેસ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news