TikTok પરથી પ્રતિબંધ હટ્યો, ફરીથી ડાઉનલોડ કરી શકશો એપ્લીકેશન

કંપની માટે આ રાહત ભર્યા સમાચાર છે. કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું કે, પ્રતિબંધ બાદ દરરોજ કંપનીને 5 લાખ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. 

TikTok પરથી પ્રતિબંધ હટ્યો, ફરીથી ડાઉનલોડ કરી શકશો એપ્લીકેશન

નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટની મદુરઈ બેન્ચે TikTok પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. કંપની માટે આ રાહત ભર્યા સમાચાર છે. કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, પ્રતિબંધ બાદ દરરોજ કંપનીને 5 લાખ ડોલર (આશરે 3.5 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે, જ્યારે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યારે સરકારે ગૂગલ અને એપ્પલને કહ્યું હતું કે, તે એપને પ્લે સ્ટોરમાંથી હટાવી લે. 

બાદમાં આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નહતી. આશા કરવામાં આવી રહી હતી કે કોર્ટના નિર્ણય બાદ એકવાર ફરી આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ પહેલા 22 એપ્રિલે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને કહ્યું હતું કે, તે 24 એપ્રિલ સુધી આ મામલામાં નિર્ણય લે, બાકી પ્રતિબંધ હટાવી દેવામાં આવશે. 

— ANI (@ANI) April 24, 2019

ટિકટોક (TikTok) એક વીડિયો કન્ટેન્ટ એપ્લીકેશન છે. તેની લોકપ્રિયતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે, આ એપ વિશ્વની ત્રીજી સૌથી વધુ ઇંસ્ટોલ કરનારી મોબાઇલ એપ્લીકેશન છે. માત્ર માર્ચના મહિનામાં વિશ્વ ભરમાં 18.8 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી. વિશ્વમાં 50 કરોડથી વધુ લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news