અલ્ટો, વેગનઆર છોડો...હવે મારુતિની ઉડતી કાર આવશે! વાઈબ્રન્ટ ગુજરાતમાં જોવા મળ્યું કોન્સેપ્ટ મોડલ

ભારતમાં હજુ સુધી તો પેટ્રોલ-ડીઝલ સાથે રસ્તાઓ પર ચાલતી હાઈબ્રિડ અને ઈલેક્ટ્રોનિક કારોનું જ નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ હવે બહુ જલદી હવામાં ઉડતી ફ્લાઈંગ કાર પણ જોવા મળશે. બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ હવામાં ઉડનારી ફ્લાઈંગ કારના કોન્સેપ્ટ મોડલને શોકેસ કર્યું.

અલ્ટો, વેગનઆર છોડો...હવે મારુતિની ઉડતી કાર આવશે! વાઈબ્રન્ટ ગુજરાતમાં જોવા મળ્યું કોન્સેપ્ટ મોડલ

ભારતમાં હજુ સુધી તો પેટ્રોલ-ડીઝલ સાથે રસ્તાઓ પર ચાલતી હાઈબ્રિડ અને ઈલેક્ટ્રોનિક કારોનું જ નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ હવે બહુ જલદી હવામાં ઉડતી ફ્લાઈંગ કાર પણ જોવા મળશે. બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ હવામાં ઉડનારી ફ્લાઈંગ કારના કોન્સેપ્ટ મોડલને શોકેસ કર્યું. આ સાથે જ કંપનીએ પોતાની આગામી ઈલેક્ટ્રિક કાર ઈવીએક્સના કોન્સેપ્ટ મોડલને પણ પ્રદર્શિત કર્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શિત મારુતિના ફ્લાઈિંગ અને ઈવીએક્સ કારનું અવલોકન પીએમ મોદીએ પણ કર્યું. 

વાઈબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શિત
મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાના અપડેટેડ પ્રોટોટાઈપ ઈલેક્ટ્રિક કાર ઈવીએક્સને ગત વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત ઓટો એક્સ્પો 2023માં પણ પ્રદર્શિત કરી હતી. આ ઉપરાંત 29-31 ઓક્ટોબર 2023ના રોજ ટોક્યોમાં આયોજિત જાપાન મોબિલિટી શોમાં મારુતિની જાપાની સહયોગી કંપની સુઝૂકીએ પણ ઈવીએક્સને શોકેસ કરી હતી. સૌથી ખાસ વાત એ છે કે મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ ભારતમાં ફ્લાઈંગ કાર સર્વિસ શરૂ કરવામાં રસ દાખવતા ઉડતી કારના કોન્સેપ્ટ મોડલને વાઈબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શિત કર્યું છે. 

પ્રોડક્શનની નજીક મારુતિ ઈવીએક્સ
અત્રે જણાવવાનું કે મારુતિ ઈવીએક્સમાં ઓલ ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટને સામેલ કરાયો છે. અપડેટેડ પ્રોટોટાઈપ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત ગત એડિશનની સરખામણીમાં અનેક સુક્ષ્મ અપડેટ સાથે આવે છે. પ્રોડક્શન સ્પેક મારુતિ સુઝૂકી ઈવીએક્સ લગભગ ગ્રાન્ડ વિતારા એસયુવી જેવી સાઈઝમાં હશે. જેની લંબાઈ 4300 મિમી હશે. અપડેટેડ પ્રોટોટાઈપ એ પણ સંકેત આપે છે કે કાર ઉત્પાદનની નજીક પહોંચી રહી છે અને તેની ડિઝાઈન કોન્સેપ્ટ મોડલ જેવી જ હશે. 

કિંમત કેટલી હશે
ભારતમાં ટેસ્ટિંગ દરમિાયન મારુતિ ઈવીએક્સ એકવાર ફરીથી કેમેરામાં કેદ થઈ છે. આ વખતે આ ગાડી ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ જોવા મળી છે. ભારતમાં મારુતિ ઈવીએક્સના પ્રોડક્શન મોડલને એપ્રિલ 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. અનુમાન છે કે મારુતિ ઈવીએક્સની કિંમત 25 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ એક 5 સીટર કાર છે. જેમાં પાંચ લોકો બેસી શકશે. 

— Maruti Suzuki (@Maruti_Corp) January 9, 2024

મારુતિ ઈવીએક્સ ઈલેક્ટ્રિક એસયુવીમાં 60 કિલોવોટ બેટરી પેક સાથે ડ્યૂલ મોટર સેટઅપ આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ ગાડી 550 કિમીની રેન્જ નક્કી કરવામાં સક્ષમ હશે. આ ઈલેક્ટ્રિક કારમાં મોટું કનેક્ટેડ સ્ક્રીન સેટઅપ, વાયરલેસ ફોન ચાર્જિંગ, અને 360 ડિગ્રી  કેમેરાજેવા ફીચર્સ આવી શકે છે. બજારમાં આવ્યા બાદ તેનો મુકાબલો હુંડઈ કોના ઈલેક્ટ્રિક અને એમજી ઝેડએસ ઈવી સાથે હશે. તે મહિન્દ્રા એક્સયુવી 400 ઈવી અને ટાટા નેક્સન ઈલેક્ટ્રિકથી વધુ પ્રીમિયમ ઓપ્શન હશે. 

ગુજરાતમાં પ્લાન્ટ
મારુતિ સુઝૂકીએ આ સમિટમાં પોતાના ગુજરાત પ્લાન્ટમાં એક નવી પ્રોડક્શન લાઈન માટે 3200 કરોડ રૂપિયાના રોકાણની પણ જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતમાં બીજા પ્લાન્ટમાં રોકાણ માટે 35000 કરોડ રૂપિયા છે. ઈવીએક્સનું પ્રોડક્શન વેરિએન્ટનું નિર્માણ ગુજરાત પ્લાન્ટમાં જ કરાશે. આ સાથે જ આ વર્ષ ખતમ થતા પહેલા તેને અન્ય બજારોમાં એક્સપોર્ટ કરવાની સાથે સાથે રજૂ કરી દેવાશે. સુઝૂકી મોટર  કોર્પોરેશનના ગ્લોબલ CEO તોશીહિરો સુઝૂકીએ કહ્યું કે કંપની ઈલેક્ટ્રિક વ્હીકલના પ્રોડક્શનમાં વધારો કરશે. આ સાથે જ તેનું નવું પ્રોડક્શન યુનિટ દર વર્ષે 2.5 લાખ યુનિટનું પ્રોડક્શન કરશે. તેનાથી કંપનીનું વાર્ષિક પ્રોડક્શન ક્ષમતા વધીને 1 મિલિયન યુનિટ થઈ જશે. 

મળતી માહિતી મુજબ ઈવીએક્સને ગુજરાતના હંસલપુર પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે. જો કે બે બેટરી પેક ઓપ્શન સાથે આવશે. અમે જલદી જ ઈવીએક્સ વિશે વધુ  જાણકારી મળશે. આ સાથે જ એ પણ ખબર પડશે કે આ ફાઈનાન્શિયલ યર સુધી ઘરેલુ બજારમાં આવતી સૌથી મહત્વપૂર્ણ કારમાંતી એક કઈ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news