Nokia 8110 આજથી માર્કેટમાં ઉપલબ્ધ, આ રીતે ખરીદો
Nokia 8110ની કિંમત 5,999 રૂ. છે
Trending Photos
નવી દિલ્હી : નોકિયાની બ્રાન્ડને મેનેજ કરનારી HMD Global દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી છે કે Nokia 8110 આજથી ભારતમાં વેચાણ માટે આવી ગયો છે. નોકિયા 8110ની કિંમત 5,999 રૂ. છે. તમે આ સ્માર્ટફોનને Traditional Black અને Banana Yellow રંગમાં ખરીદી શકો છો.
જો તમારે આ સ્માર્ટફોનને ખરીદવો હોય તો તમે મોબાઇલ રિટેલર અને Nokia.com/phones પર જઈને એને ખરીદી શકો છો. આ સિવાય જિયો ડિજીટલ લાઇફ સબસ્ક્રાઇબર્સ પાસેથી નોકિયા 8110 ખરીદીને 544GB ડેટા ફ્રીમાં લઈ શકો છો.
આ મહિનાની શરૂઆતમાં HMD ગ્લોબલે પોતાનો પહેલો 4G ફીચર ફોન Nokia 8110 લોન્ચ કર્યો હતો. આ ફોનને બનાના ફોન પણ કહેવામાં આવે છે. આ ફોનમાં ગૂગલ અસિસ્ટન્ટ, ગૂગલ મેપ્સ, ગૂગલ સર્ચ અને ફેસબુક જેવી એપ્સ પણ છે. WiFi ફિચર મારફત તમે આ ડિવાઇસને પોર્ટેબલ હોટસ્પોટ પણ બનાવી શકો છો.
ફોનની ખાસિયત
- 2.4-ઇંચ 320 x 240 રેઝોલ્યુશન TFT ડિસ્પ્લે
- ક્વોલકોમ સ્નેપડ્રેગન 205 ડ્યુઅલ કોર પ્રોસેસર
- 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 2 મેગાપિક્સેલ પ્રાઇમરી કેમેરા એલઇડી ફ્લેશ
- 1,500mAhની બેટરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે