Plane માં કયા Fuel નો થાય છે ઉપયોગ? જાણો 1 લીટરમાં કેટલું ઉડે છે પ્લેન

વિમાનોમાં ઉપયોગ થનારું ઈંધણ સસ્તું થઈ ગયું છે. વિમાન કંપનીઓને હવે પ્રતિ કિલોલીટર ઈંધણ માટે 3 ટકા ઓછા ભાવ આપવા પડશે. અમે  તમને આ રિપોર્ટમાં વિમાનના ઈંધણ વિશે અનેક મહત્વની જાણકારી આપીશું.

Plane માં કયા Fuel નો થાય છે ઉપયોગ? જાણો 1 લીટરમાં કેટલું ઉડે છે પ્લેન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં ઈન્ડિયન ઓઈલ વિમાન સેવા મુખ્ય ઈંધણ કંપની છે. જે આંતરરાષ્ટ્રી અને રાષ્ટ્રીય વિમાન કંપનીઓને જેટ ઈંધણની સપ્લાય કરે છે.  વિમાનોમાં તેના એન્જિનના પ્રકારના આધારે નક્કી થાય છે કે તેમાં કયા પ્રકારના ઈંધણનો ઉપયોગ થશે. કમર્શિયલ વિમાનો અને યુદ્ધ  વિમાનોમાં ઉપયોગ થનારું ઈંધણ કેરોસિન આધારિત હોય છે. તેમાં સંપૂર્ણ રીતે શુદ્ધ કેરોસિનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય ક્રૂડ  એડિટિવ્સનો ઉપયોગ થાય છે. આ એડિટિવ્સ ઓક્સિડેન્ટ્સ, એન્ટીફ્રીઝ, હાઈડ્રોકાર્બન વગેરેનો ઉપયોગ થાય છે.

કયા ઈંધણનો થાય છે ઉપયોગ:
સામાન્ય રીતે આ વિમાનોમાં બે પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈંધણ જેટ ઈંધણ અને એવિગેસ હોય છે. જેટ ઈંધણને જેટ  એન્જિનને પાવર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એવિગેસનો ઉપયોગ નાના ટર્બોપ્રોપ વિમાનોમાં એન્જિન પિસ્ટનને ડ્રાઈવ કરવા  માટે કરવામાં આવે છે. આ પિસ્ટન જ વિમાનોને હવામાં ઉડાન ભરવામાં પ્રોપેલર્સની મદદ કરે છે.

કેટલાં પ્રકારના હોય છે વિમાન ઈંધણ:
અમે તમને પહેલાં જણાવી દીધું કે વિમાનમાં લાગેલા એન્જિનના આધારે નક્કી થાય છે કે તેમાં કયા પ્રકારના ઈંધણનો ઉપયોગ થશે. હવે જાણીએ  તે ઈંધણ વિશે.

જેટ ઈંધણ:
આ કેરોસિનના આધારે તૈયાર થનારું રંગહીન ઈંધણ હોય છે. ટર્બાઈન એન્જિનવાળા વિમાનોમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે. જેટ  ઈંધણના બે પ્રકાર છે. તેને જેટ-A અને જેટ-A1 કહેવામાં આવે છે. આ બંને પ્રકારના ઈંધણના ફ્રિઝીંગ પોઈન્ટ્સ, એડિટિવ્સ વગેરેમાં અંતર હોય  છે.

એવિગેસ:
તેને એવિએશન ગેસોલિન કહેવામાં આવે છે. આ ઈંધણનો ઉપયોગ પિસ્ટન-એન્જિનવાળા નાના વિમાનોમાં થાય છે. સામાન્ય રીતે આ પ્રકારના  વિમાનોનો ઉપયોગ ફ્લાઈંગ ક્લબ, ફ્લાઈટ ટ્રેનિંગ જેટ્સ અને પ્રાઈવેટ પાયલટ દ્વારા કરવામાં આવે છે. એવિગેસ એકમાત્ર એવું વિમાન ઈંધણ છે  જેમાં ટેટ્રાઈથાઈલ લેડ એડિટિવનો ઉપયોગ થાય છે. તેમાં વિમાનોના એન્જિનમાં કોઈપણ પ્રકારના વિસ્ફોટ થવા કે એન્જિન ફેલ થતું રોકવામાં  મદદ મળે છે. જોકે માણસો માટે આ કેમિકલ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. આ કેમિકલની માત્રાના આધારે એવિગેસના પણ બે પ્રકાર છે.  આ બંને પ્રકારના વિમાન ઈંધણ ઉપરાંત અનેક એવા પ્રકારના ઈંધણ  હોય છે જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થાય છે. તેનું નામ TS-1,  Jet B, JP-8 અને JP-5 છે.

TS-1: રશિયા સહિત અનેક દેશોમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે. તેનો ફ્રિઝીંગ પોઈન્ટ માઈનસ 50થી થાય છે. આ ઈંધણનો ઉપયોગ  અત્યંત ઠંડા વિસ્તારોમાં ઉડાન ભરવા માટે કરવામાં આવે છે.

Jet B: આ પ્રકારના ઈંધણમાં 30 ટકા કેરોસિન અને 70 ટકા ગેસોલિનની માત્રા હોય છે. આ ઈંધણનો ઉપયોગ કેનેડા અને અલાસ્કા જેવા  અત્યંત બરફના વિસ્તારોમાં ઉડનારા વિમાનોમાં કરવામાં આવે છે. આ પ્રકારના ઈંધણનો ફ્રિઝીંગ પોઈન્ટ માઈનસ 60થી થાય છે.

JP-8: આ પ્રકારના ઈંધણનો ઉપયોગ મિલિટરી એરક્રાફ્ટ્સ માટે થાય છે. આ એરક્રાફ્ટ જેટ A1ની જેમ જ હોય છે. પરંતુ એન્ટી-આઈસીંગ અને  કરોઝન ઈનહીબિટર જેવા એડિટિવ્સનો ઉપયોગ થાય છે.

JP-5: આ ઈંધણ કલરમાં હળવા પીળા રંગનું હોય છે. અને સામાન્ય રીતે તેનો ઉપયોગ મિલિટરી એરક્રાફ્ટમાં થાય છે. આ ઈંધણ નેપ્થીન અને  એલ્કેન જેવા હાઈડ્રોકાર્બનનું એક કોમ્પ્લેક્ટ કોમ્બિનેશન હોય છે.

Airbus A321neoમાં ઈંધણનો ઉપયોગ:
દિલ્લીથી મુંબઈ સુધીનું અંતર 1200 કિલોમીટર છે. અને એરબસ A321 નિયો ફ્લાઈટ આ અંતરને 2 કલાકમાં કાપે છે. જો આ પ્લેન 600  કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે. તો તેનો અર્થ એ થયો કે એક મિનિટમાં તે 10 કિલોમીટરનું અંતર કાપે છે. એક આંકડા પ્રમાણે આ પ્લેન કુલ અંતર કાપવા માટે 5016 લીટર ઈંધણનો ઉપયોગ કરશે. તેનો અર્થ એ થયો કે આ પ્લેનને દિલ્લીથી મુંબઈ આવવા માટે પ્રતિ  કિલોમીટરમાં 4.18 લીટર ઈંધણનો ખર્ચ કરવો પડશે. Airbus A231neoમાં દર સેકંડે 0.683 લીટર ઈંધણ ખર્ચ થાય છે. આ પ્લેનમાં કુલ ઈંધણની  ક્ષમતા 32,940 લીટર હોય છે.

બોઈંગ 747:
બોઈંગ 747 દરેક સેકંડમાં 4 લીટર ઈંધણનો ઉપયોગ કરે છે. પ્રતિ મિનિટના હિસાબથી જોઈએ તો 240 લીટર અને પ્રતિ કલાક 14,400 લીટર  પ્રતિ કલાક હોય છે. ટોક્યોથી ન્યૂયોર્ક શહેર જવા માટે બોઈંગ 747ને લગભગ 1,87,200 લીટર ઈંધણની જરૂર પડશે. બોઈંગની વેબસાઈટ પર  આપવામાં આવેલી માહિતીથી ખ્યાલ આવે છેકે આ એક જેટ એન્જિન 12 લીટર પ્રતિ કિલોમીટર ઈંધણ ખર્ચ કરે છે. તેમાં 2,38,840 લીટર  ઈંધણની ક્ષમતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news