સુપર ઓવર નિયમમાં ફેરફાર બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઉડાવી ICCની મજાક

સુપર ઓવર નિયમમાં ફેરફાર બાદ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમ્મી નીશામે મંગળવારે આઈસીસીની મજાક ઉડાવી છે. નીશમે ટ્વીટ કર્યું, 'આગામી એજન્ડાઃ ટાઇટેનિક પર બરફ જોવા માટે સારૂ દૂરબીન.'
 

સુપર ઓવર નિયમમાં ફેરફાર બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઉડાવી ICCની મજાક

નવી દિલ્હીઃ વિશ્વકપ ફાઇનલમાં વિવાદ બાદ આઈસીસીએ સુપર ઓવરના નિયમમાં ફેરફાર કર્યો છે. 2019 વિશ્વકપમાં ફાઇનલ મુકાબલો ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે થયો હતો. સુપર ઓવરમાં પણ ટાઈ રહ્યાં બાદ ચોગ્ગાના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ આઈસીસીની ખુબ આલોચના થઈ હતી. હવે નિયમમાં ફેરફાર બાદ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમ્મી નીશામે મંગળવારે આઈસીસીની મજાક ઉડાવી છે. 

નીશમે ટ્વીટ કર્યું, 'આગામી એજન્ડાઃ ટાઇટેનિક પર બરફ જોવા માટે સારૂ દૂરબીન.'

— Jimmy Neesham (@JimmyNeesh) October 14, 2019

ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટિંગ કોચ ક્રેગ મેકમિલને કહ્યું, 'આઈસીસીએ થોડું મોડુ કરી દીધું.' ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ વાઇટે કહ્યું કે, તેને ખુશી છે કે વિશ્વકપની વિવાદીત ફાઇનલ બાદ આઈસીસીએ નિયમમાં સુધાર કર્યો છે. 

— Craig McMillan (@cmacca10) October 14, 2019

તેમણે કહ્યું, 'ભવિષ્ય માટે આ સારૂ છે. ભૂતકાળને આપણે ફેરવી શકતા નથી પરંતુ અમને ખુશી છે કે સારૂ સમધાન નિકળી ગયું છે.' આઈસીસીએ જાહેરાત કરી કે સુપર ઓવર પણ ટાઈ પડવાની સ્થિતિમાં વિજેતાનો નિર્ણય ન થાય ત્યાં સુધી સુપર ઓવર રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news