સસ્તામાં ખરીદો રિયલમી સ્માર્ટફોન, શરૂ થયો Realme Youth Days સેલ

રિયલમી યૂથ ડે (realme Youth Days) સેલ લઈને આવી છે. આ સેલ 24 ઓગસ્ટથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે.

સસ્તામાં ખરીદો રિયલમી સ્માર્ટફોન, શરૂ થયો Realme Youth Days સેલ

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની રિયલમી પોતાના ગ્રાહકો માટે રિયલમી યૂથ ડે (realme Youth Days) સેલ લઈને આવી છે. આ સેલ 24 ઓગસ્ટથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. ગ્રાહક કંપનીની વેબસાઇટ Realme.com અને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ Flipkart પર જઈને ઓફરનો લાભ લઈ શકે છે. આ દરમિયાન  realme 6 થી લઈને realme X50 Pro સુધી, ઘણા સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આવો જાણીએ કે સેલમાં ક્યા ફોનને કેટલી કિંમતમાં ખરીદી શકાય છે. 

​Realme 6 સ્માર્ટફોન પર ₹1000ની છૂટ
સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર 1 હજાર રૂપિયાની છૂટ મળશે. ત્યારબાદ ફોનના 4GB+64GB મોડલને 13999 રૂપિયામાં,  6GB+64GB મોડલને 14,999 રૂપિયામાં, 6GB+128GB મોડલને 15999 રૂપિયામાં અને 8GB+128GB મોડલને 16999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનમાં ચાર રિયર કેમેરા, 4300mAhની બેટરી અને 6.5 ઇંચ ડિસ્પ્લે મળે છે. 

​Realme X સ્માર્ટફોન પર ₹2000ની છૂટ
સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર 2 હજાર રૂપિયાની છૂટ મળશે. ત્યારબાદ ફોનને  4GB+128GB મોડલને 15999 રૂપિયામાં અને  8GB+128GB મોડલને 18999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનમાં 48+ 5MPનો રિયર કેમેરો,  16MP ફ્રન્ટ કેમેરો અને 3765mAhની બેટરી મળે છે. 

Reliance Jioના આ ધમાકેદાર પ્લાનમાં અનલિમિટેડ કોલ અને ડેટા, ભાવ 500થી પણ ઓછો  

Realme X2 Pro સ્માર્ટફોન પર ₹3000ની છૂટ
સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર 3 હજાર રૂપિયાની છૂટ મળશે. ત્યારબાદ ફોનના 6GB+64GB મોડલને 26999 રૂપિયા, 8GB+128GB મોડલને 28999 રૂપિયા અને  12GB+256GB મોડલને 32999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનમાં 64MP+ 13MP + 8MP + 2MPનો રિયર કેમેરો, 16MP ફ્રન્ટ કેમેરો અને 4000mAhની બેટરી મળે છે. 

​Realme X50 Pro સ્માર્ટફોન પર ₹3000ની છૂટ
સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર 3 હજાર રૂપિયાની છૂટ મળશે. ત્યારબાદ ફોનના 6GB+128GB મોડલને 36999 રૂપિયા, 8GB+128GB મોડલને 38999 રૂપિયા અને 12GB+256GB મોડલને 44999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનમાં 
64MP+ 13MP + 8MP + 2MP રિયર કેમેરા, 32MP + 8MPનો ડ્યૂલ ફ્રન્ટ કેમેરો અને 4200mAhની બેટરી મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news