ફીચર ફોનની કિંમતમાં Jio આપશે 5G સ્માર્ટફોન, આ તારીખે થઈ શકે છે જાહેરાત

Reliance પોતાની 44મી અન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021) માં અનેક નવી પ્રોડક્ટની જાહેરાત કરી શકે છે. હાલમાં રિલાયન્સ એજીએમ 2021ની તારીખનો ખુલાસો થયો હતો. 
 

ફીચર ફોનની કિંમતમાં Jio આપશે 5G સ્માર્ટફોન, આ તારીખે થઈ શકે છે જાહેરાત

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની  Reliance પોતાની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021) માં ઘણી નવી પ્રોડક્ટ્સ રજૂ કરી શકે છે. હાલમાં  Reliance AGM 2021 ની તારીખોનો ખુલાસો થયો હતો. કંપનીએ જણાવ્યું કે,  Reliance AGM 2021, 24 જૂન 2021ના બપોરે 2 કલાકે શરૂ થશે. AGM છેલ્લા કેટલાક વર્ષોની જેમ યૂટ્યૂબ પર લાઇવ થશે.

આ વર્ષે યોજાનાર  Reliance AGM 2021 માં નવી જાહેરાત થશે, જેમાં વધુ 5જી સંબંધિત હોવાની આશા છે. જો પાછલા વર્ષ પ્રમાણે વાત કરીએ તો આશા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ વર્ષે સસ્તા Jio 5G ફોન અને  Jio 5G લોન્ચની તારીખ સહિત અનેક જાહેરાત કરી શકે છે. 

Reliance Jio એ પાછલા વર્ષે જાહેરાત કરી હતી કે કંપનીએ ભારતમાં સસ્તો જીયો 5જી ફોન  લાવવા માટે ગૂગલ સાથે કરાર કર્યો છે. આગામી જીયો 5જી ફોન Android માટે એક ફોર્કડ વર્ઝન પર કામ કરશે. આ અત્યાર સુધીનો દેશનો સૌથી સસ્તો 5જી ફોન હશે. પહેલા જાણવા મળ્યું હતું કે જીયો 5જી ફોનની કિંમત 2500 રૂપિયા હોઈ શકે છે. 

હાલ ભારતીય બજારમાં સૌથી સસ્તા 5જી ફોનની કિંમત 13999 રૂપિયા છે. જ્યાં સુધી રિલાયન્સનો ઈતિહાસ રહ્યો છે તો તે અત્યાર સુધી ક્રાંતિ લાવ્યું છે. તે હવે Jio 5G ને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્લાન બનાવી રહ્યું છે. જો તે સાચુ પડ્યુ તો 2500 રૂપિયાની કિંમતવાળો સસ્તો 5જી ફોન દેશના લાખો 2જી ફીચર ફોન યૂઝર્સને 5જીમાં ટ્રાન્સફર થવામાં મદદ કરશે. 

Jio 5G સર્વિસઃ મુકેશ અંબાણીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે Jio 5G સર્વિસ ભારતમાં 2021માં વચ્ચે રોલઆઉટ કરી દેવામાં આવશે તેવામાં Reliance AGM 2021 તે યોગ્ય સમય હોઈ શકે છે. કંપનીએ પહેલા પોતાની 5જી ટ્રાયલમાં 1Gbpsથી વધુ સ્પીડને હાસિલ કરી છે. જીયોએ શરૂથી 5જી સોલ્યૂશન તૈયાર કર્યું છે. કંપનીનો પ્લાન છે કે તે 100 ટકા દેશની ટેક્નોલોજી અને સોલ્યૂશનનો ઉપયોગ કરે. AGM 2021 માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી જીયો 5જી પ્લાન પર પણ જાણકારી આપી શકે છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news