Jio ના 5 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ, ઘણા પ્રકારની ફ્રી સર્વિસ સાથે મળશે 500GB ડેટા

Jio Postpaid પ્લસ પ્લાનમાં યૂઝર્સને આ ફ્લાઇટ કનેક્ટિવિટી, સસ્તો ફેમિલી પ્લાન, સસ્તા ISD કોલમાં OTT કન્ટેન્ટ મળશે. જ્યાં સુધી ​​Jio Postpaid પ્લસના ફીચર્સમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મફત મળશે.

Jio ના 5 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ, ઘણા પ્રકારની ફ્રી સર્વિસ સાથે મળશે 500GB ડેટા

નવી દિલ્હી: ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ મંગળવારે નવા પોસ્ટપેડ પ્લાનની જાહેરાત કરી છે. નવા પ્લાનને Jio Postpaid Plus નામથી રજૂ કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે નવા Jio Postpaid Plus પ્લાનમાં યૂઝર્સને સારી કનેક્ટિવિટી અને શાનદાર મનોરંજન સાથે  સારો એક્સપિરિયન્સ મળશે.

શું છે જિયોનો પ્લાન?
Jio Postpaid પ્લસ પ્લાનમાં યૂઝર્સને આ ફ્લાઇટ કનેક્ટિવિટી, સસ્તો ફેમિલી પ્લાન, સસ્તા ISD કોલમાં OTT કન્ટેન્ટ મળશે. જ્યાં સુધી ​​Jio Postpaid પ્લસના ફીચર્સમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મફત મળશે.

ફેમિલી પ્લાન
સસ્તા ફેમિલી પ્લાનનું કનેક્શન 250 રૂપિયા માસિક શુલ્કથી શરૂ થશે. ગ્રાહકો માટે આ ફ્લાઇટ કનેક્ટિવિટી, ઇન્ટરનેશનલ વાઇફાઇ ઇન્ટરનેટ પર 1 રૂપિયા/મિનિટ અને ISD પર 50p/ મિનિટથી શરૂ થનાર કોલિંગની ફેસિલિટી મળશે. 

કેટલામાં મળશે પ્લાન?
299 રૂપિયાથી શરૂ થનાર જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં યૂઝર્સને 500 જીબી સુધી ડેટા, ઘણા સર્વિસની સાથે અમેરિકા અને UAEમાં મફત ઇન્ટરનેશનલ કોલ્સ જેવા ફાયદો મળશે. જિયો પોસ્ટપેડ પ્લસ હેઠળ 399 રૂપિયા, 599 રૂપિયા, 999 રૂપિયા અને 14,99 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ તમામ પેક યૂઝર્સની જરૂરિયાત મુજબ અલગ-અલગ ઓફર અને ડેટા લિમિટ સાથે આવે છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news