IPL 2020: કેએલ રાહુલે મેળવી નવી સિદ્ધિ, સચિન તેંડુલકરને છોડ્યા પાછળ


કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. 
 

IPL 2020: કેએલ રાહુલે મેળવી નવી સિદ્ધિ, સચિન તેંડુલકરને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ  IPL 2020 ની છઠ્ઠી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં પંજાબની ટીમના કેપ્ટન કેએલ રાહુલે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કેએલ રાહુલે આઈપીએલ કરિયરમાં 2000 રન પૂરા કરી લીધા છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 

હકીકતમાં, કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ મામલામાં રાહુલે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. સચિન તેંડુલકરે આ કમાલ 63 ઈનિંગમાં કર્યો હતો. તો રાહુલે 60 ઈનિંગમાં 2 હજારનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ તેનાથી પણ ઝડપી 2000 આઈપીએલ રન પૂરા કરવામાં બે વિદેશી ખેલાડી પણ છે. 

આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાના મામલામાં કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. ક્રિસ ગેલે માત્ર 48 ઈનિંગમાં બે હજાર રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના શોન માર્શનું નામ છે. માર્શે 52 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં હવે કેએલ રાહુલ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 

પાકિસ્તાન માટે 400 વિકેટ ઝડપનાર આ ફાસ્ટ બોલરે ક્રિકેટને કહ્યું અલવિદા  

મહત્વનું છે કે રાહુલ આરસીબી વિરુદ્ધ મેચમાં ઉતરતા પહેલા 1998 રન બનાવી ચુક્યો હતો. આ મેચમાં ઉમેશ યાદવની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે આ સિદ્ધિ હાલિ કરી હતી. 

IPLમા સૌથી ઝડપી 2000 રન

48 ઇનિંગ્સ - ક્રિસ ગેલ

52 ઇનિંગ્સ - શોન માર્શ

60 ઇનિંગ્સ - કેએલ રાહુલ

63 ઇનિંગ્સ - સચિન તેંડુલકર

68 ઇનિંગ્સ - ગૌતમ ગંભીર

69 ઇનિંગ્સ - સુરેશ રૈના

70 ઇનિંગ્સ - વિરેન્દ્ર સેહવાગ

77 ઇનિંગ્સ - રોહિત શર્મા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news