Jio નો 90 દિવસ ચાલનારો જબરદસ્ત ધાકડ પ્લાન! વાપરતા વાપરતા થાકી જશો તો પણ ડેટા પૂરો નહીં થાય

Reliance Jio Rs 749 plan: એક સમય હતો જ્યારે મંથલી પ્લાન આવતા હતા ત્યારે લોકોએ દર મહિને રિચાર્જ કરાવી લેવું પડતું હતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે લાંબી વેલિડિટીવાળા પ્લાન આવી ગયા છે. જેની કિંમત ઘણી ઓછી છે. રિલાયન્સ જિયો 90 દિવસ ચાલનારો ધમાકેદાર પ્લાન લઈને આવ્યું છે. 

Jio નો 90 દિવસ ચાલનારો જબરદસ્ત ધાકડ પ્લાન! વાપરતા વાપરતા થાકી જશો તો પણ ડેટા પૂરો નહીં થાય

Reliance Jio Rs 749 plan: એક સમય હતો જ્યારે મંથલી પ્લાન આવતા હતા ત્યારે લોકોએ દર મહિને રિચાર્જ કરાવી લેવું પડતું હતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે લાંબી વેલિડિટીવાળા પ્લાન આવી ગયા છે. જેની કિંમત ઘણી ઓછી છે. રિલાયન્સ જિયો 90 દિવસ ચાલનારો ધમાકેદાર પ્લાન લઈને આવ્યું છે. તે ઓછા ભાવમાં વધુ દિવસોની વેલિડિટી આપે છે. મોટાભાગના પ્લાન એવા છે જ્યાં 80થી 84 દિવસની વેલિડિટી મળે છે. પરંતુ આ પ્લાનમાં 3 મહિના જેટલો સમય મળે છે. જાણો આ પ્લાન વિશે...

Reliance Jio Rs 749 Plan
જે પ્લાન આવ્યો છે તેની કિંમત 749 રૂપિયા છે. જિયોના આ પ્રીપેઈડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને વધુ ડેટા ઓફર કરવામાં આવે છે. 90 દિવસની વેલિડિટીની સાથે ડેઈલી 2જીબી ડેટા (કુલ 108 જીબી ડેટા) મળે છે. પ્લાનની ત્યારબાદ અનલિમિટેડ ડેટા ઓફર પણ મળે છે પરંતુ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જશે. આ પ્લાનમાં આ સિવાય અનલિમિટેડ કોલિંગ, દૈનિક 100 એસએમએસ અને જિયો એપ્સનો મફત લાભ પણ મળે છે. 

5જીની મળે છે મજા
જો તમે જે શહેરમાં જિયો 5જી હોય ત્યાં રહેતા હોવ તો કંપની 5G Welcome ઓફર હેઠળ અનલિમિટેડ 5જી ડેટા પણ આપી રહી છે. જો તમારી પાસે 5જી ફોન હોય અને જિયો 5જીનું ઈનવિટેશન મળ્યું હોય તો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

જિયો પાસે આવો જ  બીજો પ્લાન પણ છે, જેની કિંમત 719 રૂપિયા છે. તેમાં 84 દિવસની વેલિડિટી મળે છે અને 168 ડેટા ઓફર કરાય છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMS ની સુવિધા પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news