3 મહિના સુધી ચાલતા Jio ના દમદાર પ્લાન, ગ્રાહકોને મળશે અનલિમિટેડ ડેટા અને કોલિંગ સાથે આ ફાયદો

જીયોના કેટલાક પ્લાન વધુ ડેટા સાથે આવે છે, જ્યારે કેટલાક પ્લાનમાં ડેટા ઓછો છે અને તે સસ્તા પણ છે. વેલિડિટીના હિસાબથી જુઓ તો જીયોની પાસે 14 દિવસથી લઈને 365 દિવસ સુધીના પ્લાન છે.

3 મહિના સુધી ચાલતા Jio ના દમદાર પ્લાન, ગ્રાહકોને મળશે અનલિમિટેડ ડેટા અને કોલિંગ સાથે આ ફાયદો

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે અલગ-અલગ રેન્જના ઘણા રિચાર્જ પ્લાન છે, જે દરેક પ્રકારના ગ્રાહકોની જરૂરીયાત પર ફીટ બેસે છે. જીયોના કેટલાક પ્લાન વધુ ડેટા સાથે આવે છે, જ્યારે કેટલાક પ્લાનમાં ડેટા ઓછો છે અને તે સસ્તા પણ છે. વેલિડિટીના હિસાબથી જુઓ તો જીયોની પાસે 14 દિવસથી લઈને 365 દિવસ સુધીના પ્લાન છે. જીયોની પાસે આશરે 3 મહિના (84 દિવસ) સુધી ચાલનાર 5 પ્લાન છે, તેમાં સૌથી સસ્તો પ્લાન 329 રૂપિયાનો છે. તો આવો જાણીએ આ પ્લાનમાં શું-શું ફાયદા મળે છે અને 84 દિવસ સુધી ચાલનાર અન્ય પ્લાન ક્યા-ક્યા છે. 

329 રૂપિયાવાળો પ્લાન, 84 દિવસની વેલિડિટી અને 6GB ડેટા
આ રિલાયન્સ જીયોનો વેલ્યૂ પ્લાન છે. 329 રૂપિયાવાળા આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં 6GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. જીયોના આ પ્લાનમાં 1000 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

555 રૂપિયા વાળા પ્લાનની 84 દિવસની વેલિડિટી અને 6GB ડેટા
Jio ના 555 રૂપિયાવાળા આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં 126GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલિંગનો ફાયદો મળે છે. જીયોના આ પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

599 રૂપિયા અને 888 રૂપિયાવાળા પ્લાન, 173GB સુધી ડેટા
જીયોની પાસે 84 દિવસની વેલિડિટીવાળા બે પ્લાન 599 રૂપિયા અને 888 રૂપિયાના છે. આ બંને પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. બંને પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. 599 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. એટલે કે તેમાં કુલ 168 જીબી ડેટા મળે છે. તો 888 રૂપિયાવાળા પ્લાનમાં ટોટલ 173GB ડેટા મળે છે. 888 રૂપિયાવાળા પ્લાનમાં 1 વર્ષ માટે Disney+ Hotstar Mobile સબ્સક્રિપ્શન મળે છે. આ બંને પ્લાનમાં જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

999 રૂપિયાવાળો પ્લાન, 84 દિવસની વેલિડિટી અને 252GB ડેટા
રિલાયન્સ જીયોની પાસે એક પ્લાન 999 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં ટોટલ 252GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news