31 ડિસેમ્બરે આવી રહ્યો છે Samsung Galaxy A8s, જાણો કેમ ખાસ છે આ સ્માર્ટફોન

31 ડિસેમ્બરે આવી રહ્યો છે Samsung Galaxy A8s, જાણો કેમ ખાસ છે આ સ્માર્ટફોન

સેમસંગના ચાહનારાઓ માટે સારા સમાચાર છે. હવે 31 ડિસેમ્બરથી સેમસંગ ગેલેક્સી A8s ને ખરીદી શકશો. જોકે ભારતમાં તેનું વેચાણ અત્યારે શરૂ થયું નથી. 31 ડિસેમ્બરથી ચીનની એક સાઇટ દ્વારા તેને ખરીદી શકાશે. કંપનીએ પોતાનો આ ફ્લેગશિપ ફોન તાજેતરમાં જ લોંચ કર્યો હતો. સાથે જ થોડા દિવસો પહેલાં તેની કિંમતોનો ખુલાસો થયો છે. ચીનમાં ફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. ચીનમાં તેને JD.com પર બુક કરી શકો છો. 

કેમ આટલો ખાસ છે A8s
આ ફોનનું સૌથી મોટું અટ્રેક્શન ઓ-ડિસ્પ્લે સેલ્ફી કેમેરો છે. આ ઉપરાંત 3 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. હાલ તેને 6જીબી રેમવાળા વેરિએન્ટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચીનમાં આ ફોનનું વેચાણ 31 ડિસેમ્બરથી શરૂ થશે. Galaxy A8s ની કિંમત લગભગ 2,999 ચીની યુઆન (લગભગ 30,421 રૂપિયા) રાખવામાં આવી છે. 

સ્પેસિફિકેશન્સ
ડુઅલ સીમવાળા Galaxy A8s એંડ્રોઇડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર મળે છે અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 616 જીપીયૂ છે. ડિસ્પ્લે 6.2 ઇંચની ફૂલ એચડી છે જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. ઓસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ઉપરાંત ઇનબિલ્ટ સ્ટોરેજ 128 જીબી છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે. 

કેમેરો
આ સ્માર્ટફોનમાં 3 રિયર કેમેરા લાગેલા છે. પ્રાઇમરી સેંસર 24 મેગાપિક્સલ છે. અન્ય બે કેમેરા 10 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના છે. સેલ્ફી કેમેરો 24 મેગાપિક્સલનો છે. ફોનમાં પાછળ ફિંગર પ્રિંટ સેંસર પણ લાગેલું છે. 

બેટરી
ફોનની બેટરી 3400 mAh છે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC અને USB Type-C આપવામાં આવી છે. આ ફોન બેટરી ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. હાલ ભારતમાં તેની કિંમતને લઇને કોઇ જાણકારી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news