Samsung એ લોન્ચ કર્યો Galaxy A સીરીઝનો નવો સ્માર્ટફોન, અહીં જાણો ખૂબીઓ અને કિંમત

કોરિયન કંપની Samsungએ લોકડાઉન બાદ પોતાના ઉત્પાદનોને લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં Galaxy A સીરીઝના બે ફોન લોન્ચ કર્યા બાદ મોબાઇલ કંપનીએ આ સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે.

Samsung એ લોન્ચ કર્યો Galaxy A સીરીઝનો નવો સ્માર્ટફોન, અહીં જાણો ખૂબીઓ અને કિંમત

નવી દિલ્હી: કોરિયન કંપની Samsungએ લોકડાઉન બાદ પોતાના ઉત્પાદનોને લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં Galaxy A સીરીઝના બે ફોન લોન્ચ કર્યા બાદ મોબાઇલ કંપનીએ આ સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે. ભારતમાં A31, આ વર્ષે લોન્ચ થનાર ગેલેક્સી એ સ્માર્ટફોનની ત્રીજી સીરીઝ છે, જેમાં 6.4 ઇંચના સુપર અમોલ્ડ ઇન્ફિનિટી-યૂ ડિસ્પ્લે છે. આ ડિવાઇસ પ્રિઝ્મ ક્રૂશ બ્લૂ, બ્લેક એન્ડ વ્હાઇટ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધતા હશે, જેને ગ્રાહક સેમસંગની વેબસાઇટ સ્ટોર અને ઓનલાઇન પ્લેટફોર્મથી ખરીદી શકે છે. 

આ છે કિંમત A31 સ્માર્ટફોનને ભારતમાં 21,999 રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે. સેમસંગ ઇન્ડીયાના મોઇબાઇલ બિઝનેસ નિર્દેશક આદિત્ય બબ્બરએ કહ્યું કે 'ગેલેક્સી A51 સ્માર્ટફોન, ખૂબ ઓછા સમયમાં સૌથી વધુ વેચાનાર સ્માર્ટફોન બની ગયો છે. અમે ગેલેક્સી A31ની જાહેરાત કરીને ખુશ છીએ, જે ઓછા ભાવમાં ગ્રાહકોને સારી સ્ક્રીન, લાંબા સમય સુધી ચાલનાર બેટરી અને સારા કેમેરાનો અનુભવ આપશે. 
કંપનીએ ગેલેક્સી 

ફીચર્સ પણ છે શાનદાર 
સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો હશે, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ સેન્સર, 5 મેગાપિક્સલ મૈક્રો કેમેરા અને 5 મેગાપિક્સલ 'લાઇવ ફોકસ' શોટ્સ લેવામાં મદદ કરશે. તેમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો ફન્ટ કેમેરો આપ્યો છે. ડિવાઇસમાં 5000એમએચની બેટરી છે, જેથી તમે 22 કલાક સુધી વીડિયો જોઇ શકો છો. આ 15 ડબ્લૂ ફાસ્ટ ચાર્જિંગ સાથે પણ આવે છે.

ગેલેક્સી A31માં 128જીબી ઇન્ટરનલ મેમરી સપોર્ટ કરે છે, જેને માઇક્રો એસડી કાર્ડ સ્લોટના માધ્યમથી 512જીબી સુધી વધારી શકાય છે. તેમાં એડવાંસ્ડ ઓક્ટા કોર પ્રોસેસર 6જીબી રેમ અને એઆઇ-પાવર્ડ ગેમ બૂસ્ટર ટેક્નોલોજી પણ છે. કંપનીએ કહ્યું કે આ ડિવાઇસમાં સ્માર્ટ ક્રોપ સુવિધા છે. જેથી યૂઝર્સ એક જ ટેબમાં પોતાના જરૂરી ભાગને સેવ, શેર અને એડિટ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news