આધાર સાથે જોડાયેલો નવો ફ્રોડ, ઓટીપી કે વેરિફિકેશન વગર તમારૂ એકાઉન્ટ થઈ જશે ખાલી, થઈ જજો સાવધાન

ટેક્નોલોજીની દુનિયામાં ઓનલાઇન સ્કેમ અને ફ્રોડની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. હવે આધારકાર્ડ સાથે જોડાયેલો એક નવો ફ્રોડ સામે આવ્યો છે. તેનો ઉપયોગ કરી ગણતરીના સમયમાં બેન્ક ખાતાને ખાલી કરી દેવામાં આવે છે. 

આધાર સાથે જોડાયેલો નવો ફ્રોડ, ઓટીપી કે વેરિફિકેશન વગર તમારૂ એકાઉન્ટ થઈ જશે ખાલી, થઈ જજો સાવધાન

નવી દિલ્હીઃ આધાર કાર્ડ (AAdhaar Card) સાથે જોડાયેલા નવા-નવા ફ્રોડ ચાલી રહ્યાં છે. હવે એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં આધાર બાયોમેટ્રિક્સ દ્વારા તેના બેન્ક એકાઉન્ટને ખાલી કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં પુષ્પેન્દ્રટેક અને સ્માર્ટવ્યૂએઆઈના કો-ફાઉન્ડરે ટ્વિટર પર આ સ્કેમ વિશે વિગત આપતા જણાવ્યું કે, તે પોતાના માતાના પાસબુકની એન્ટ્રી માટે બેન્ક ગયા હતા. ત્યારે તેમને ખબર પડી કે તેમના એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ છે. 

જાણો કઈ રીતે આધાર બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવ્યો ફ્રોડ?
આ વાતથી ખુબ મોટો ઝટકો લાગ્યો કારણ કે તે એકાઉન્ટમાં તેમના માતાની આજીવન કરેલી બચત હતી. બેન્ક મેનેજર સાથે ચર્ચાથી ખબર પડી કે કૌભાંડીઓએ બિહારમાં ચોરી કરેલા આધાર બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી તેમના એકાઉન્ટને ખાલી કરી દીધું છે. 

પુષ્પેન્દ્ર સિંહના ટ્વીટ થ્રેડ અનુસાર બેન્ક મેનેજરે તેમને જણાવ્યું કે, ભલે તેમના માતાએ પોતાનો આધાર નંબર કે ઓટીપી કોઈ સાથે શેર કર્યો નથી, આધાર બાયોમેટ્રિક્સને પ્લોટ કે ફ્લેટ રજીસ્ટ્રીના દસ્તાવેજોથી સરકારી રજીસ્ટ્રી કાર્યાલય કે સરકાર પાસેથી કોપી કે ક્લોન કરી શકાય છે. પરંતુ પુષ્પેન્દ્ર સિંહ દ્વારા સાઇબર ક્રાઇમ રિપોર્ટ નોંધાવ્યા બાદ પણ બેન્કે કોઈ કાર્યવાહી કરી નથી. 

પુષ્પેન્દ્ર સિંહે એક અલગ ટ્વીટવ કરી ફ્રોડ વિશે જાણકારી આપી છે અને જણાવ્યું કે આધાર બાયોમેટ્રિક્સ દ્વારા કોઈપણ પૈસા ઉપાડી શકે છે. સૌથી મહત્વની વાત છે કે આ મોડથી પેમેન્ટ કરવા સમયે કોઈ વેરિફિકેશન કે ઓટીપીની જરૂર નથી. જો સ્કેમરની પાસે તમારા ફિંગરપ્રિન્ટ છે, તો તે પ્રમાણિત કર્યા વગર લેતી-દેતી કરી શકે છે. આ રીતે સ્કેમરે પીડિતના પીએનબી સેવિંગ એકાઉન્ટમાં કૌભાંડ કરી દીધું. 

કઈ રીતે આધાર બાયોમેટ્રિક્સ ફ્રોડથી બચશો?
જો તમે કોઈ આધારનો ઉપયોગ કરી સિમ કાર્ડ ખરીદ્યુ છે, ક્રેડિટ કાર્ડ અરજી માટે આધાર-આધારિત ઈ-કેવાઈસી કર્યું છે, કે સરકારી રજીસ્ટ્રીની સાથે એક પ્લોટ કે ફ્લેટ ખરીદ્યો છે, તો તમારા બાયોમેટ્રિક્સ સ્કેમર્સ દ્વારા યુઝ કરવામાં આવી શકે છે. તેવામાં તમારે આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમને બંધ કરવાની જરૂર હશે, પરંતુ UIDAI ને બેન્કે નિર્દેશ આપ્યો છે કે ગ્રાહકો માટે આધાર-સક્ષમ પેમેન્ટ સિસ્ટમ સુવિધા જારી રાખવી ફરજીયાત છે. તમે તમારા યૂઆઈડી બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી તેને લોક કરી શકે છે. જાણો તમે આધાર બાયોમેટ્રિક્સને કઈ રીતે લોક કરી શકો છો. 

આધાર બાયોમેટ્રિક્સને કઈ રીતે લોક કરશો
1. સૌથી પહેલા યૂઆઈડીએઆઈ પોર્ટલ પર જાવ.
2. તમારો આધાર નંબર, કેપ્ચા અને ઓટીપી વેરિફિકેશનની સાથે પોર્ટલ પર લોગ ઇન કરો.
3. હોમ સ્કીન પર લોક/અનલોડ બાયોમેટ્રિક્સ પર ક્લિક કરો.
4. ઓન-સ્ક્રીન નિર્દેશોનું પાલન કરો.
5. તમારૂ આધાર બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન લોક થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news