10 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y1s સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Vivoએ Y સિરીઝના પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Y1sને કંબોડિયામાં લોન્ચ કરી દીધો છે. આ કંપનીનો બજેટ સ્માર્ટફોન છે. 

10 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y1s સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Vivoએ Y સિરીઝના પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Y1sનેકંબોડિયામાં લોન્ચ કરી દીધો છે. આ કંપનીનો બજેટ સ્માર્ટફોન છે. Vivo Y1s સ્માર્ટફોન 2 જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ મોડલની કિંમત 8,100 રૂપિયા (109 ડોલર) છે. ફોન બે કલર વિકલ્પ Aurora Blue અને Olive Blackમા રજૂ કરવામાં આવ્યો છે. ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની હાલ કોઈ જાણકારી નથી. પરંતુ ભારતમાં Vivo Y1s સ્માર્ટફોનનો મુકાબલો Realme Narzo 10A અને Samsung Galaxy a01 Core સ્માર્ટફોન સામે થશે. આ બંન્ને બજેટ કેટેગરીના સ્માર્ટફોન ચે, જેને 10 હજાર રૂપિયાની પ્રાઇઝ ટેગની સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. 

Vivo Y1s સ્પેસિફિકેશન
Vivo Y1s સ્માર્ટફોનમાં 6.22 ઇંચ Halo ફુલવ્યૂ એચડી પ્લસ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રેઝોલ્યૂશન 1520/720 પિક્સલ છે. ફોન વોટરડ્રોપ નોચ ડિસ્પ્લેની સાથે આવે છે. આ સિવાય ફોનમાં MediaTek Helio P35 પ્રોસેસરનો સપોર્ટ મળશે. ફોનના સ્પેસને 
microSD કાર્ડ દ્વારા વધારી શકાય છે. વીવોનો આ બજેટ સ્માર્ટફોન કસ્ટમ  FuntouchOS 10.5 બેસ્ડ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવશે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યૂલ 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.0,  GPS+GLONASS મળશે. 

WhatsApp લાવશે નવું ફીચર, અનેક ડિવાઇસ પર ચલાવી શકશો સિંગલ એકાઉન્ટ

Vivo Y1s ખાસ ફીચર
જો ફોનમાં ફોટોગ્રાફીની વાત કરીએ તો Vivo Y1s સ્માર્ટફોનના બેક પેનલ પર સિંગલ 13MP વાળા રિયર કેમેરાની સાથે એક LED ફ્લેશ લાઇટ આપવામાં આવી છે, જેનું રેઝોલ્યૂશન f/2.2 છે. ફોનના ફ્રંટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MP કેમેરો મળશે. સિક્યોરિટી ફીચર તરીકે પેટર્ન અને ફેસ રિકગ્નિઝિશન સપોર્ટ આપવામાં આવશે. તો પાવર બેકઅપ માટે  Vivo Y1s માં 4,030mAhની બેટરી મળશે. પરંતુ ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે નહીં.  Vivo Y1sનું ડાયમેન્શન  135.11/75.09/8.28mm હશે. તો તેનું વજન 161 ગ્રામ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news