WhatsApp લાવશે નવું ફીચર, અનેક ડિવાઇસ પર ચલાવી શકશો સિંગલ એકાઉન્ટ


WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, WhatsAppના મલ્ટી ડિવાઇસ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જેને જલદી પૂરુ કરી લેવામાં આવશે. 

WhatsApp લાવશે નવું ફીચર, અનેક ડિવાઇસ પર ચલાવી શકશો સિંગલ એકાઉન્ટ

નવી દિલ્હીઃ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેને જલદી વોટ્સએપ યૂઝર માટે રોલઆઉટ કરી શકવામાં આવે છે. કંપની તરફથી આ ફીચરને 'મલ્ટી ડિવાઇસ ફીચર' નામ આપવામાં આવ્યું છે. જેમ કે નામથી સ્પષ્ટ છે કે આ ફીચરની મદદથી યૂઝર વોટ્સએપ એકાઉન્ટને એક સમયે એકથી વધુ ડિવાઇસ પર ઉપયોગ કરી શકશે.

તમને જણાવી દઈએ કે હાલના સમયમાં તમારી પાસે બે મોબાઇલ છે અને તમે સિંગલ વોટ્સએપ એકાઉન્ટ રાખો છો, તો એક સમયમાં બંન્ને ડિવાઇસ પર સિંગલ એકાઉન્ટ ચલાવી શકશો નહીં. પરંતુ આ સમસ્યાથી જલદી છુટકારો મળી શકે છે. WhatsAppએ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને રોલઆઉટ કર્યાબાદ યૂઝર સિંગલ વોટ્સએપ એકાઉન્ટને એક સમયમાં ચાર ડિવાઇસ પર ઉપયોગ કરી શકશે. સાથે દર વખતે ડિવાઇસની સાથે કનેક્ટ થવા પર યૂઝરને ડેટા સ્ટોર કરવો પડશે નહીં. તેનો મતલબ છે કે ડિસાઇસમાં એકાઉન્ટને લોગ-ઇન કરવાની સાથે બધો ડેટા સ્ટોર થઈ જશે. WhatsApp પર નજર રાખનાર WABetainfoએ પોતાના ટ્વીટર હેન્ડલથી આ બંન્ને ફીચર વિશે જાણકારી શેર કરી છે. WhatsApp તરફથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર સિવાય એન્ડ્રોઇડ એપ અને WhatsApp ના iOS યૂઝર માટે એક ઇન્ટરફેસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 

WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, WhatsAppના મલ્ટી ડિવાઇસ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જેને જલદી પૂરુ કરી લેવામાં આવશે. પરંતુ ટેસ્ટિંગના સમયમાં મલ્ટી ડિવાઇસ ફીચરમાં બીજી ડિવાઇસને કનેક્ટ થવામાં થોડો સમય લાગી રહ્યો છે. WhatsAppને લઈને તેવી પણ માહિતી છે કે આ ફીચર રોલઆઉટ થયા બાદ WhatsApp ડેસ્કટોપ કનેક્શન માટે ઇન્ટરનેટની જરૂર પડશે નહીં. 

આ ભારતીય કંપનીએ લોન્ચ કર્યા 3 સ્માર્ટ ટીવી, ચીની કંપની Xiaomiને આપી મોટી ટક્કર

આ બધા ડેવલોપમેન્ટ સિવાય WhatsApp તરફથી iPad એપને વિકસિત કરી રહ્યું છે, જેને મલ્ટી ડિવાઇસ ફીચર કનેક્ટ થયા બાદ રોલઆઉટ કરવામાં આવશે. હાલના સમયમાં જો યૂઝર વોટ્સએપ એકાઉન્ટને બીજી ડિવાઇસ પર ઉપયોગ કરે છે તો, તેની સામે ચેટ હિસ્ટ્રી કોપી કરવામાં મુશ્કેલી થાય છે. તેના માટે યૂઝરને વાઇ-ફાઇ કનેક્શનની જરૂર પડે છે. તેનાથી જલદી છુટકારો મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news