Vodafoneનો નવો Idea, માત્ર 45 રૂપિયામાં કરો એક મહિનો વાત

કંપનીને પોતાના આ પ્લાનથી આશા છે કે જે 2G યૂઝરો છેલ્લા ક્વાર્ટરમાં તેને છોડીને ચાલ્યા ગયા હતા તે પરત આવી જશે અને જે ગ્રાહકોએ રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું હતું તે પણ રિચાર્જ કરાવશે.

Vodafoneનો નવો Idea, માત્ર 45 રૂપિયામાં કરો એક મહિનો વાત

નવી દિલ્હીઃ પોતાના ઘટના યૂઝરોને બચાવવા માટે Vodafone Idea એક નવા પ્રીપેડ પ્લાનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં આ નવા પ્લાનને ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ વોયસ ઓનલી પ્લાનમાં યૂઝરો 45 રૂપિયાના રિચાર્જ પર મહિનો વાત કરી શકશે. કંપનીના CEO પ્રમાણે, 2 થી 3 રિચાર્જ બાદ ગ્રાહકો વેલેડિટી પેકથી થોડી વધુ વેલ્યૂ ઈચ્છી રહ્યાં છે, તેથી અમે ભારતભર માટે આ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરોને ફુટ ટોક ટાઇમ મળશે અને 1 પૈસા પ્રતિ મિનિટના હિસાબે કોલ કરી શકશે. 

ઘટની આવક અને સબ્સક્રાઇબર્સને કારણે કંપની પરેશાન
તમને જણાવી દઈએ કે પાછલા સપ્તાહે જ Vodafone Ideaએ પોતાનું પ્રથમ ક્વાર્ટર પરિણામ રજૂ કર્યું હતું જેમાં કંપનીની આવકની સાથે-સાથે યૂઝર બેસમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીએ પોતાના લોઅર અને હાયર બંન્ને ગ્રાહક બેસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીની રિપોર્ટ પ્રમાણે, મોંઘું રિચાર્જ કરાવતા યૂઝરો સસ્તા રિચાર્જ પ્લાનમાં શિફ્ટ થઈ ગયા અને જે યૂઝરો Rs 35નું મિનિમમ રિચાર્જ કરાવી રહ્યાં હતા, તેણે રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું છે. 

આ છે નવો Idea
કંપનીને પોતાના આ પ્લાનથી આશા છે કે જે 2G યૂઝરો છેલ્લા ક્વાર્ટરમાં તેને છોડીને ચાલ્યા ગયા હતા તે પરત આવી જશે અને જે ગ્રાહકોએ રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું હતું તે પણ રિચાર્જ કરાવશે. કંપનીએ પાછલા વર્ષના ક્વાર્ટરમાં સર્વિસ વેલેડિટી વાઉચર લોન્ચ કર્યું હતું, જેમાં યૂઝરોએ 28 દિવસની વેલેડિટી માટે ઓછામાં ઓછા રૂપિયા 35નું રિચાર્જ કરાવવાનું હતું. તેના કારણે કંપનીએ 5.32 કરોડ ગ્રાહકો ગુમાવી દીધા કારણ કે ઓછા ARPU વાળા યૂઝરો સિંગલ સિમના સ્થાને મલ્ટીપલ સિમનો ઉપગોય કરવા લાગ્યા હતા. આ કારણે કંપનીના સબ્સક્રાઇબર્સની સંખ્યામાં દિવસે-દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news