WhatsApp માં જલદી આવશે વધુ એક મજેદાર ફીચર, એકવાર ફોટો-વીડિયો જોયા પછી થઇ જશે ગાયબ

વોટ્સએપ (WhatsApp) હવે એક્સપારિંગ મીડિયા (Expiring Media) ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યૂઝર્સ વોટ્સએપ ચેટને છોડશે, મીડિયા ફાઇલ જેમ કે ઇમેઝ, વીડિયો અને GIF પ્રાપ્તકર્તાના ફોનમાંથી ગાયબ થઇ જશે.

Updated By: Sep 24, 2020, 12:36 AM IST
WhatsApp માં જલદી આવશે વધુ એક મજેદાર ફીચર, એકવાર ફોટો-વીડિયો જોયા પછી થઇ જશે ગાયબ

નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) હવે એક્સપારિંગ મીડિયા (Expiring Media) ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યૂઝર્સ વોટ્સએપ ચેટને છોડશે, મીડિયા ફાઇલ જેમ કે ઇમેઝ, વીડિયો અને GIF પ્રાપ્તકર્તાના ફોનમાંથી ગાયબ થઇ જશે. આ નવું ફીચર એક્સપાયરિંગ મેસેજ (Expiring Messages) ફીચરનું જ એક્સટેંશન લાગે છે. તમને જણાવી  દઇએ કે વોટ્સએપ ગત થોડા સમયથી એક્સપાયરિંગ મેસેજ (Expiring Messages) ફીચર પર કામ કરી રહ્યું છે. 

હવે એક્સપાયરિંગ મીડિયા (Expiring Media)ની મદદથી વોટ્સએપ ટેમ્પરરી બેસિસ્સ પર ફોટોઝ અને વીડિયોઝ વોટ્સએપ પર શેર કરી શકશો. જોકે આ નવું ફીચર અત્યારે વોટ્સઅપ બીટા (WhatsApp beta) પર રિલીઝનો ભાગ નથી. 

Google Pay Paytm Tiktok |  Android | iOS | Whatsapp

વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfo એ આ ફીચર સાથે જોડાયેલા કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાંથી એક વડે ખબર પડે છે કે આ સુવિધાને એક ડેડિકેટેડ ટાઇમ બટન (timer button)ના માધ્ય્માથી એક્સેસ કરી શકાશે. ચેટમાં મીડિયા ફાઇલને જોડવા માટે યૂઝરને તે બટન પર ટેપ કરવું પડશે. ત્યારબાદ સિલેક્ટેડ મીડિયા ફાઇલ્સ એક્સપાયર થઇ જશે. 

WABetaInfo ના રિપોર્ટ અનુસાર એક્સપાયરિંગ મીડિયા (Expiring Media) ફીચરના માધ્યમથી મોકલવામાં આવેલી મીડિયા ફાઇલ પ્રાપ્તકર્તા દ્વાર ચેટ વિંડોથી હટતાં જ ગાયબ થઇ જશે. સાથે જ વોટ્સએપ એવી મીડિયા ફાઇલોને ટાઇમર આઇકોન દ્વારા હાઇલાઇટ કરશે, જેથી પ્રાપ્તકર્તાને એ ખબર પડી શકે કે ચેટ છોડ્યા બાદ શેર કરવામાં આવેલી ફાઇલો ગાયબ થઇ જશે. 

WABetaInfo એ આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ ફીચર અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે. શરૂઆતમાં આ ફીચરને એન્ડ્રોઇડ (Android) યૂઝર માટે જાહેર કરી શકશે, પછી તેને આઇફોન (iPhone) માટે પણ જાહેર કરવામાં આવી શકે છે. 

વોટ્સએપ એક્સપાયરિંગ મીડિયા (Expiring Media) ફીચર ઘણી હદ સુધી ઇંસ્ટાગ્રામ (Instagram) ની માફક છે, જ્યાં ઇંસ્ટાગ્રામ (Instagram) યૂઝરને ડાયરેક્ટ મેસેજ દ્વારા ડિસઅપિયરિંગ  (disappearing) ફોટો અને વીડિયોઝ મોકલવાની સુવિધા આપે છે.  ઇંસ્ટાગ્રામ (Instagram) ગ્રુપમાં પણ યૂઝરને ગાયબ થનાર મીડિયા ફાઇલોને મોકવાની સુવિધા આપે છે. જોકે વોટ્સએપ પર ગ્રુપ યૂઝર માટે આ પ્રકારનું કોઇ ફીચર હાલ ઉપલબ્ધ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube