થાઈલેન્ડના ગૂમ થયેલા બાળકોનો VIDEO આવ્યો સામે, જોઈને હાજા ગગડી જશે
થાઈલેન્ડમાં 23 જૂનના રોજ એક ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન થામ લુઆંગ નાંગ નોન ગુફામાં 12 ફૂટબોલ પ્લેયર અને તેમના કોચ અજાણતા જતા રહ્યા અને હવે તેમના સુરક્ષિત હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જો કે તેમને બહાર કાઢવું ખુબ મુશ્કેલ છે.
Trending Photos
નવી દિલ્હી: થાઈલેન્ડમાં 23 જૂનના રોજ એક ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન થામ લુઆંગ નાંગ નોન ગુફામાં 12 ફૂટબોલ પ્લેયર અને તેમના કોચ અજાણતા જતા રહ્યા અને હવે તેમના સુરક્ષિત હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જો કે તેમને બહાર કાઢવું ખુબ મુશ્કેલ છે. બાળકોની ભાળ મેળવી લેવાઈ છે. હાલ તેમને જીવનજરૂરિયાતનો સામાન પણ પહોંચાડવામાં આવ્યો છે. રેસ્ક્યુ કેવી રીતે કરવા તે અંગે મથામણ ચાલી રહી છે.
બન્યું એવું કે 23 જૂનના રોજ 12 બાળકો અને તેમના કોચ ફૂટબોલનો અભ્યાસ કરવા માટે ઉત્તર થાઈલેન્ડની ગુફાઓમાં ફરવા ગયા અને ત્યાં ગુમ થઈ ગયાં કોઈ જાણકારી મળતી નહતી. જો કે ગુફાની બહારથી જ્યારે તેમની સાઈકલો મળી ત્યારે એવી આશંકા વ્યક્ત કરાઈ કે તેઓ ગુફાની અંદર હોઈ શકે છે. આ ગુફા થામ લુઆંગ કેવ થાઈલેન્ડની ખતરનાક ગુફા ગણાય છે. વરસાદમાં તો વધુ ખતરનાક બને છે. જુલાઈથી નવેમ્બરમાં તેમાં પ્રવેશ બંધ કરી દેવાય છે. પરંતુ આ 13 લોકોથી ભૂલ થઈ અને અજાણતા પૂરથી બચવા તેઓ ગુફામાં ઘૂસી ગયાં.
13 જણા અજાણતા ખુબ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. થાઈલેન્ડ સહિત 7 દેશોના લોકો આ 13 લોકોના રેસ્ક્યુ માટે ઓપરેશન ચલાવી રહ્યાં છે. આ લોકો સુધી પહોંચવાના તમામ રસ્તા પૂરના કારણે બંધ થઈ ગયા છે. પાણી ભરાઈ ગયા છે. અમેરિકા, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન સહિત 7 અલગ અલગ દેશો થાઈલેન્ડની મદદે છે. આ કામમાં રોયલ થાઈ આર્મ્ડ ફોર્સિસના એક હજારથી વધુ સૈનિકો, 84 થાઈ નેવી સીલ ડાઈવર્સ, 3 હેલિકોપ્ટર અને એક સી-130 એરક્રાફ્ટની મદદ લેવાઈ છે.
12 બાળકો અને તેમના કોચ હાલ તો સારી સ્થિતિમાં છે પરંતુ તેઓ ક્યારે બહાર નીકળી શકશે તે કહી શકાય તેમ નથી. તેમાં પણ હજુ ભારે વરસાદની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે