શ્રીલંકા: ફાયરિંગમાં ISના 3 આતંકીઓ, 6 બાળકો સહિત 15 લોકોના મોત 

શ્રીલંકામાં 8 સીરિયલ બ્લાસ્ટ બાદ ત્યાના સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. શ્રીલંકામાં સુરક્ષાદળોએ ઈસ્લામિક સ્ટેટના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આ દરમિયાન થયેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા છે. કહેવાય છે કે તેમાં ઈસ્લામિક સ્ટેટના 3 આત્મઘાતી આતંકીઓ પણ સામેલ છે. આ સાથે 6 બાળકો પણ સામેલ છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોના છ દિવસ બાદ સેનાના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. 
શ્રીલંકા: ફાયરિંગમાં ISના 3 આતંકીઓ, 6 બાળકો સહિત 15 લોકોના મોત 

નવી દિલ્હી: શ્રીલંકામાં 8 સીરિયલ બ્લાસ્ટ બાદ ત્યાના સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. શ્રીલંકામાં સુરક્ષાદળોએ ઈસ્લામિક સ્ટેટના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આ દરમિયાન થયેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા છે. કહેવાય છે કે તેમાં ઈસ્લામિક સ્ટેટના 3 આત્મઘાતી આતંકીઓ પણ સામેલ છે. આ સાથે 6 બાળકો પણ સામેલ છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોના છ દિવસ બાદ સેનાના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. 

શ્રીલંકાના સુરક્ષાદળોએ દેશના પૂર્વ ભાગમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા. આ અથડામણમાં આતંકીઓને ઠાર કરાયા. સેનાના પ્રવક્તા સુમિત અટ્ટપટ્ટુના જણાવ્યાં મુજબ સુરક્ષાદળોએ જ્યારે કલમુનઈ શહેરમાં બંદૂકધારીઓના ઠેકાણામાં ઘૂસવાની કોશિશ કરી તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. તેમણે જણાવ્યું કે અથડામણની ચપેટમાં આવેલા એક નાગરિકનું પણ મોત થઈ ગયું. 

જુઓ LIVE TV

શ્રીલંકાના સુરક્ષાદળોએ શુક્રવારે સાંજે ઈસ્ટર્ન પ્રાંતમાં એક મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં એક સ્થળે દરોડા પાડ્યાં. ત્યારબાદ હથિયારબંધ લોકો સાથે અથડામણ થઈ, જેઓ ઈસ્ટર પર થયેલા હુમલા સાથે જોડાયેલા હોવાનું મનાય છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે કોલંબોથી 325 કિમી દૂર દરિયાકાંઠાના શહેર સમ્મનતુરઈમાં આ ફાયરિંગની ઘટના થઈ. પોલીસે કહ્યું કે તેઓએ વિસ્ફોટકોનો મોટો જથ્થો, એક ડ્રોન અને ઈસ્લામિક સ્ટેટના લોકોવાળા બેનર જપ્ત કર્યા છે. 

એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ શ્રીલંકામાં આઈએસના સભ્યોને દર્શાવનારા એક વીડિયોમાં જે પ્રકારનો પહેરવેશ હતો, તે દરોડામાં મળેલા વીડિયોમાં જોવા મળેલા આઈએસના બેકગ્રાઉન્ડ સાથે મળતો આવતો હતો. 

(ઈનપુટ એજન્સીમાંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news