ડાકુઓએ નાઇજીરિયાનાં એક હિસ્સા પર કર્યો હૂમલો: 40 લોકોનાં મોત નિપજ્યાં
અજાણ્યા બંદુકધારી હૂમલાખોરોએ એક અઠવાડીયા બાદ થયો છે, કડૂનાની સરકારે હૂમલાની પૃષ્ટી કરી છે
Trending Photos
મૈદુગુરી : નાઇજીરિયાનાં કડૂના રાજ્યમાં હથિયારબંધ ડાકૂઓનાં હૂમલામાં આશરે 40 લોકોનાં મોત નિપજ્યાં છે. સ્થાનિક લોકોને આ અંગેની માહિતી પોલીસે આપી છે. આ અંગે માહિતી આપતા પોલીસ મહાનીરિક્ષક ઇબ્રાહીમ ઇદ્રીસે ડાકુઓને ગ્વાસ્કાનાં એક ગામમાં હૂમલો કર્યો હોવાની પૃષ્ટી કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જ્યાં એક તરફ ડાકૂઓએ હૂમલો કર્યો છે ત્યાં આશરે 3 હજાર લોકો રહે છે.
ડાકુઓએ જણાવ્યું કે, 200 પોલીસ કર્મચારીઓ અને 10 પેટ્રોલિંગ વાહનો ઘટના સ્થળ પર ફરજંદ કરવામાં આવ્યા છે. ડાકૂઓને લડવામાં મદદ કરનારા એક સ્થાનીક વ્યક્તિએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, ઓછામાં ઓછા 40 લોકોનાં મોત નિપજ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મૃતકોની સંખ્યામાં સમય સાથે વધારે થઇ શકે છે. તેમણે જણાવ્યું કે, હૂમલખોર જમફારા રાજ્યનાં હતા. તેમણે બાળકો પર ગોળીબાર કર્યો અને ઘરોમાં આગ લગાવી દીધી હતી.
આ હૂમલો નજીકનાં એક ગામમાં અજાણ્યા બંદુકધારી લોકોનાં હૂમલાનાં એક અઠવાડીયા બાદ થયો છે. કડૂનાની સરકારે હૂમલાની પૃષ્ટી કરી છે. જો કે હજી સુધી આ હૂમલામાં કોઇ મૃત્યુ અંગે પૃષ્ટી કરી નથી. રાષ્ટ્રપતી મોહમ્મદ બુહારીએ બિરનીન ગ્વારી વિસ્તારમાં નાઇજીરિયન સેનાની સ્થાનીક બટાલિયનને ફરજંદ કરવા માટેની પરવાનગી આપે છે. સરકારે સ્થાનિક ઇન્ટેલિજન્સ એજન્સીને પ્રભાવિત લોકો સુધી મદદ પહોંચાડવા માટેની જવાબદારી પણ સોંપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે