તળાજા નજીક તળાવામાંથી મળી આવ્યા 200થી વધુ જીવતા કારતૂસ, પોલીસે શરૂ કરી તપાસ

આટલી મોટા માત્રામાં જીવતા કારતૂસ મળી આવ્યા હોય તેવો રાજ્યનો પ્રથમ બનાવ છે. 

  તળાજા નજીક તળાવામાંથી મળી આવ્યા 200થી વધુ જીવતા કારતૂસ, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગરઃ  તળાજાના ભૂંગર ગામની સિમમાં આવેલા તળાવમાંથી પિસ્ટલ, રિવોલ્વર જેવા હથિયારોના 365થી વધુ જીવતા કારતૂસ મળી આવ્યા છે. દાઠા પોલીસે તળાવ કિનારે અને કીચડમાંથી 5 અલગ-અલગ પ્રકારના હથિયારના કારતૂસ શોધ્યાં છે. જેમાં પાંચમાંથી બે પ્રકારના કારતૂસ સુરક્ષા એજન્સીના હોવાનું જણાયું છે. ત્યારે સુરક્ષા એજન્સીના વ્યક્તિની પણ સંડોવણી હોવાની આશંકા છે. એક સાથે મોટી માત્રમાં હથિયારો મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી હયો છે. આટલી મોટી માત્રામાં હથિયારો મળવાની ઘટના રાજયમાં પ્રથમ બનાવ બન્યો છે. રાજ્યની વિવિધ એજન્સી તપાસમાં જોડાઇ શકે છે. ત્યારે સવાલ ઉભો થાય છેકે આ કારતૂસ અહી કોણ અને ક્યાંથી નાખી ગયું હશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news