Afghanistan: Indian Consulates માં ઘૂસ્યા તાલિબાની આતંકવાદી, ઉઠાવીને લઇ ગયા બુલેટપ્રૂફ ગાડીઓ

અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરાવી ચૂકેલા તાલિબાન  (Taliban) ધીમે ધીમે અસલ રંગમાં આવી રહ્યું છે. તેના આતંકવાદી હવે સામાન્ય લોકો પર અત્યાચાર કરવાની સાથે જ રાજકીય મિશનોને પણ નુકસાન પહોંચાડવા લાગ્યા છે. 

Afghanistan: Indian Consulates માં ઘૂસ્યા તાલિબાની આતંકવાદી, ઉઠાવીને લઇ ગયા બુલેટપ્રૂફ ગાડીઓ

કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરાવી ચૂકેલા તાલિબાન  (Taliban) ધીમે ધીમે અસલ રંગમાં આવી રહ્યું છે. તેના આતંકવાદી હવે સામાન્ય લોકો પર અત્યાચાર કરવાની સાથે જ રાજકીય મિશનોને પણ નુકસાન પહોંચાડવા લાગ્યા છે. 

ઇન્ડીયન કોન્સુલેટ્સમાં ઘૂસ્યા તાલિબાની
તાલિબાન (Taliban) ના આતંકવાદી બુધવારે કંધાર (Kandahar) અને હેરાત (Herat) પ્રાંતમાં ખાલી કરવામાં આવેલા ઇન્ડીયન કોન્સુલેટ્સ (Indian Consulates) માં ઘૂસ્યા. તેમણે ત્યાં સરકારી કાગળો અને કોમ્યુટરોની શોધખોળ કરી. ત્યારબાદ તે કોન્સુલેટ્સમાં ઉભેલી ભારતીય ગાડીઓને પોતાની સાથે લઇ ગયા. તે ગાડીઓને પોતાની સાથે લઇ જવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેમાંથી મોટાભાગની ગાડીઓ બુલેટપ્રૂફ હતી. 

ISI ના નિર્દેશ પર કાર્યવાહી
સૂત્રોનું કહેવું છે કે તાલિબાન (Taliban) એ આ કાર્યવાહી પાકિસ્તાનની ISI ના નિર્દેશ પર કરી. જોકે ISI તાલિબાનને પોતાના મોહરાના રૂપમાં ઉપયોગ કરી ભારતીય હિતોને નુકસાન પહોંચાડવા માંગે છે. ઇન્ડીયન કોન્સુલેટ્સ (Indian Consulates) માં ઘૂસવાની સાથે જ તાલિબાની આતંકવાદીઓએ આસપાસના ઘરોમાં રેડ પાડી અફઘાની જવાનો વિશે જાણકારી એકઠી કરવાનો પ્રયત્ન કર્યો. 

દેશ છોડી ચૂક્યા છે રાષ્ટ્રપતિ ગની
તમને જણાવી દઇએ કે તાલિબાન (Taliban) આતંકવાદી રવિવારે અફઘાનિસ્તાન (Afghanistan) રાજધાની કાબુલ સહિત તેમના મોટાભાગના હિસ્સા પર કબજો કરી ચૂક્યા છે. કાબુલ પર તાલિબાન હુમલાની સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની સહિત મોટાભાગના નેતા, અફસર અને સૈનિક કમાંડર દેશ છોડીને જતા રહ્યા છે. ત્યારબાદથી તાલિબાની આતંકવાદી ત્યાં પોતાના નિયમ કાયદા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news