America ના California માં ખિસકોલીએ મચાવ્યો આતંક! જીવ બચાવવા ઘર છોડીને ભાગવા લાગ્યા લોકો

અમેરિકાના કેલિફોર્નિયામાં ચિપમંક્સ એટલે કે એક પ્રકારની ખિસકોલી જેમાં પ્લેગના સંક્રમણ જોવા મળ્યા છે. ચિપમંક્સ એક પ્રકારની નાની ખિસકોલી છે. આ સમાચાર મળતા જ કેલિફોર્નિયની રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ કેટલાક વિસ્તારોને બંધ કરવાનો નિર્ણય લીધો છે જે વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ ના હોય.

America ના California માં ખિસકોલીએ મચાવ્યો આતંક! જીવ બચાવવા ઘર છોડીને ભાગવા લાગ્યા લોકો

નવી દિલ્લીઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ચિપમંક્સ એટલે કે એક પ્રકારની ખિસકોલી જેમાં પ્લેગના સંક્રમણ જોવા મળ્યા છે. ચિપમંક્સ એક પ્રકારની નાની ખિસકોલી છે. આ સમાચાર મળતા જ કેલિફોર્નિયની રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ કેટલાક વિસ્તારોને બંધ કરવાનો નિર્ણય લીધો છે જે વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ ના હોય. આ વિસ્તોરમાં જાણીતું ફરવા લાયક સ્થળ સાઉથ લેક તાહો, કીવા બીચ અને ટેલર ક્રીક સામેલ છે. હાલ તો એક રૂટિન તપાસની પ્રક્રિયા દરમિયાન સાઉથ લેક તાહોમાં ઉંદર, ખિસકોલી અને અન્ય ઉંદર જેવી પ્રજાતિના જીવની તપાસ કરવામાં આવી છે. જેના રિપોર્ટ પણ સ્થાનિક સમાચાર પત્રોમાં છાપવામાં આવ્યા હતા. આ તમામ રિપોર્ટ્સ અનુસાર 6 ઓગસ્ટથી સાઉથ લેક તાહો, કીવા બીચ અને ટેલર ક્રીક વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. એ પણ સમાચાર સામે આવ્યા છે કે આ ચિપમંક્સ એટલે કે નાની ખિસકોલીના સંપર્કમાં આવેલા કોઈ પણ મનુષ્યને આ પ્લેગ અથવા અન્ય કોઈ બીમારીનો સામનો નથી કરવો પડ્યો.

No description available.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કેટલાક વિસ્તોરમાં પ્લેગ ફેલાવનારા બેક્ટેરિયા યર્સિનિયા પેસ્ટિસ સામાન્ય રીતે જોવા મળે છે. જેમાં એલ ડોરાડો કાઉન્ટીનો સાઉથ લેક તાહો વિસ્તાર મુખ્ય છે. ગત વર્ષે સાઉથ તાહો વિસ્તારમાં એક વ્યક્તિને પ્લેગની બીમારી થઈ હતી. આ ગત પાંચ વર્ષોમાં સામે આવેલો પ્રથમ કેસ હતો. વર્ષ 1300માં પ્લેગના કારણે યૂરોપમાં બ્લેક ડેથ સંક્રમણ ફેલાયુ હતું. આજના સમયમાં પણ પ્લેગની બીમારી થાય છે પણ બહુ જ ઓછા કિસ્સા સામે આવે છે. કારણ કે આજના સમયમાં પ્લેગનો ઈલાજ શખ્ય છે. સીડીસી અનુસાર અમેરિકામાં દર વર્ષે પ્લેગના અંદાજિત સાત કિસ્સા સામે આવ્યા છે. સૌથી વધુ કિસ્સા ન્યૂ મેક્સિકો, ઉત્તર એરિઝોના, દક્ષિણી કોલોરાડો, કેલિફોર્નિયા, દક્ષિણી એરેગોન અને પશ્ચિમી નેવાદાના સુદુર વિસ્તારમાો જોવા મળે છે.

No description available.

વર્ષ 1990માં અત્યાર સુધીમાં સૌથી વધુ પ્લેગના કેસ નોંધાયા છે. પણ આ બીમારી રોડેટ્સ એટલે કે ઉંદર જેવા જીવથી ફેલાય છે. ખાસ કરીને ઉંદર, ખીસકોલી, ચિપમંક્સ અને તેમની આસપાસ ઉડતી માખીઓ પ્લેગ ફેલાય છે. માણસોમાં પ્લેગનું સંક્રમણ આવા જીવની આસપાસ ફરનારી માખીઓના ડંખ મારવાથી થાય છે. અથવા તો આ ઉંદર, ખીસકોલીના શરીર પરના ટિશ્યૂ અથવા શરીરમાંથી નીકળનારા તરલ પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે.

કેલિફોર્નિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાએથી પ્લેગનું સંક્રમણ થવાનો ડર છે ત્યાં લોકોના જવા પર પ્રતિબંધ મૂતાો છે. 6 ઓગસ્ટથી આવા વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધી છે. સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પિકનીક સ્પોટ્સ, કૈપગ્રાઉન્ડ વિસ્તાર જેવા અનેક વિસ્તાર જ્યાં ખીસકોલી, ઉંદર અને ચિપમંક્સને ખાવાનું ન આપતા, અથવા બીમાર અને મૃત જીવને પણ ના અડવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. સાથે જ પોતાના પાળતુ જાનવરોને પણ આ તમામ જીવથી દૂર રાખવાનો પ્રયાસ કરે. ઉંદર પકડવાના સાધનો લગાવો. લાંબા પેન્ટ પહેરે અને માખીઓને નષ્ટ કરનારા સ્પ્રેનો ઉપયોગ કરે. જ્યાં માખી વધુ ફરતી હોય તેવા સ્થળો પર પણ જવાનું ટાળે.

No description available.

કેલિફોર્નિયાના સ્વાસ્થ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસને નિર્ણય લીધો છે કે અન્ય વિસ્તારમાં પણ આવા જીવને લઈ સર્વે કરવામાં આવે. જેથી આખા રાજ્યમાં પ્લેગની સ્થિતિનો અંદાજો લગાવી શકાય. સાથે જ કોરોના કાળમાં અન્ય બીમારીઓના ફેલાવાથી મુશ્કેલી ઉભી થશે. એટલે અમેરિકાની સરકાર તમામ પ્રકારની અન્ય બીમારીઓના ફેલાવાને રોકવા માગે છે.

પ્લેગની બીમારી આજના સમયમાં ઘણા ઓછા લોકોને સંક્રમિત કરે છે. આ સંક્રમણથી ફેલાનારી બીમારી છે. જેમાં તાવ, નબળાઈ અને માથામાં દુ:ખાવો રહે છે. જો સંક્રમણ થઈ પણ જાય તો તેનાથી મૃત્યુનું જોખમ 10 ટકા જ હોય છે. સામાન્ય રીતે દુનિયાભરમાં અદાંજિત 600 પ્લેગના કેસ સામે આવે છે. પ્લેગની બીમારીના બેક્ટેરિયા અને તેનાથી સંક્રમણ થનાકા જીવોને પહેલાના સમયમાં જૈવિક હથિયારના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. ચીન અને મધ્યકાલીન યુરોપમાં આવા જૂના દસ્તાવેજ મળી આવ્યા છે. જેમાં પ્લેગના સંક્રમણથી મૃત્યુ પામેલા જીવોના મૃતદેહને બાયો વેપનના ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જેનો સૌથી વધુ ઉપયોગ હુન્સ, મંગોલ અને તુર્કી કરતા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news