Corona સામેની જંગમાં ભારતને મળ્યો હવે આ દેશનો સાથ, જલદી મોકલશે વેન્ટિલેટર, માસ્ક સહિત સામાન

કોરોના (Corona) મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ પણ હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોના સામેની જંગમાં ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી છે.

Corona સામેની જંગમાં ભારતને મળ્યો હવે આ દેશનો સાથ, જલદી મોકલશે વેન્ટિલેટર, માસ્ક સહિત સામાન

સિડની: કોરોના (Corona) મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ પણ હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોના સામેની જંગમાં ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વેન્ટિલેટર સહિત જરૂરી સાધનસામગ્રી ભારતને આપશે. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયા પોતે પણ કોરોનાની થપાટથી બેહાલ છે. આમ છતાં તેણે ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો તે દર્શાવે છે કે બંને દેશોના સંબંધ કેટલા મજબૂત છે. 

ભારતની સ્થિતિ ચિંતાજનક
નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ સ્કોટ મોરિસને ભારતના હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં જે દ્રશ્ય અમને જોવા મળી રહ્યા છે તે ખુબ ચિંતાજનક  અને પરેશાન કરનારા છે. અમે ભારત પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ સંકટની સ્થિતિમાં તેને દરેક શક્ય મદદ કરવાની જાહેરાત કરીએ છીએ. 

આ સાધન સામગ્રી મોકલશે ઓસ્ટ્રેલિયા
વેન્ટિલેટર ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભારતને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) , એક મિલિયન સર્જિકલ માસ્ક, 5 લાખ P2/N95 માસ્ક, એક લાખ સર્જિકલ ગાઉન, એક લાખ ગોગલ્સ, એક લાખ હાથના મોજા, 20,000 ફેસ શિલ્ડ મોકલશે. ઓસ્ટ્રેલિયાની સરકારે 100 ઓક્સિજન સોન્સેન્ટ્રેટર સહિત જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવાનું પણ વચન આપ્યું છે. 

Direct Flight પર રોક
આ બાજુ કોરોનાના પ્રકોપને જોતા ઓસ્ટ્રેલિયાએ બંને દેશો વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ્સ પર 15 મે સુધી રોક લગાવી છે. આ ઉપરાંત દુબઈ, સિંગાપુર અને કુઆલાલંપુર થઈને ભારતથી ઓસ્ટ્રેલિયા પહોંચવું હાલ શક્ય નથી. સરકારે કહ્યું કે ભવિષ્યમાં ઉડાણ શરૂ થવા પર મુસાફરોએ બોર્ડિંગ પહેલા કોરોના નેગેટિવ હોવાનો પુરાવો આપવો પડશે. 

Barry O'Farrell ના વખાણ
ઓસ્ટ્રિલયાના પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે હાલ ભારતમાં જે ઓસ્ટ્રેલિયન નાગરિકો રહે છે અમે તેમના પડખે છીએ. ભારતમાં ઓસ્ટ્રિલયન ઉચ્ચાયુક્ત બેરી ઓફારેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું  કે બેરી અને તેમની ટીમ ખુબ સારું કામ કરી રહી છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીમાં 19,400 ઓસ્ટ્રેલિયન નાગરિકો પાછા ફરી ચૂક્યા છે. હાલ 9000 ઓસ્ટ્રિલયન ભારતમાં રજિસ્ટર્ડ છે. જેમાંથી 650 વલ્નરેબલની શ્રેણીમાં આવે છે. 

— ANI (@ANI) April 27, 2021

ઈઝરાયેલનો પણ ભારતને સાથ
ઈઝરાયેલે પણ આ સંકટની ઘડીમાં ભારતને સાથ આપવાની જાહેરાત કરી છે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન મલકાએ આ અંગે ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે અમે ભારતના લોકોની સાથે છીએ. ઈઝરાયેલી વિદેશ મંત્રાલય અને દૂતાવાસ ભારત માટે સમર્થન મેળવવામાં લાગ્યા છે. જેમાં  ખાનગી ક્ષેત્ર, રક્ષા કંપનીઓ અને જનતાનું યોગદાન સામેલ છે. તમામ ભારતની મદદ માટે તૈયાર છે. 

બ્રિટન રસી મોકલવામાં અસમર્થ
આ બાજુ બ્રિટને મંગળવારે કહ્યું કે હાલ તે કોવિડ-19 રસી માટે પોતાની ઘરેલુ પ્રાથમિકતા પર ભાર મૂકી રહ્યું છે. આ તબક્કામાં ભારત જેવા જરૂરિયાતવાળા દેશોને ઉપલબ્ધ કરાવવા માટે તેની પાસે રસીના વધારાના ડોઝ નથી. ભારતમાં મહામારીની ભયાનક બીજી લહેરના સંદર્ભમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રક્રિયાની સતત સમીક્ષા થઈ રહી છે અને બ્રિટન 495 ઓક્સિજન ટેન્ક, 120 વેન્ટિલેટર વગેરેનું એક પેકેજ મોકલી રહ્યું છે. જેથી કરીને ભારતમાં આપૂર્તિની કમીને પૂરી કરી શકાય. 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન ટેન્કની પહેલી ખેપ મંગળવારે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી. પ્રવક્તાએ કહ્યું કે અમે ફેબ્રુઆરીમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે બ્રિટનને થનારી આપૂર્તિમાંથી  વધારાના ડોઝ 'કોવેક્સ ખરીદી પૂલ' અને જરૂરિયાતવાળા દેશોને અપાશે. તેમણે કહ્યું કે હાલ ઘરેલુ મોરચે અમે ભાર મૂકી રહ્યા છીએ. અને અમારી પાસે વધારાના ડોઝ  ઉપલબ્ધ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news