વિરોધીઓને ઘોળીને પી ગયું ચીન, ક્રુઝ મિસાઈલો તહેનાત કરીને કહ્યું- સાઉથ ચાઈના સીમાં અમારું રાજ
ચીને વિવાદિત દક્ષિણી ચીન સમુદ્રમાં એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ અને જમીનથી હવામાં નિશાન ભેદનારી મિસાઈલ સિસ્ટમ તહેનાતીનો આજે બચાવ કર્યો.
Trending Photos
બેઈજિંગ: ચીને વિવાદિત દક્ષિણી ચીન સમુદ્રમાં એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ અને જમીનથી હવામાં નિશાન ભેદનારી મિસાઈલ સિસ્ટમ તહેનાતીનો આજે બચાવ કર્યો. ચીને કહ્યું કે આ વિસ્તાર પર નિર્વિવાદ રીતે તેમનું અધિપત્ય છે. દક્ષિણી ચીન સમુદ્ર અને પૂર્વી ચીન સમુદ્રને લઈને ચીન હંમેશા વિવાદમાં રહ્યું છે. ચીન દક્ષિણી ચીન સમુદ્રના સમગ્ર હિસ્તા પર પોતાનો દાવો કરતું આવ્યું છે જ્યારે વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન તેનાથી ઉલટો દાવો કરે છે.
એક પત્રકાર સંમેલનમાં મિસાઈલની કથિત તહેનાતી પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચિનિઈંગે કહ્યું કે ચીનનો નાન્સાહા (અલગ નામથી ઓળખાતો વિસ્તાર) દ્વીપ અને તેની સાથે જોડાયેલા દ્વીપ પર નિર્વિવાદ રીતે ચીનનું આધિપત્ય છે. વિયેતનામ અને તાઈવાન પણ અલગ અલગ રીતે ચીન વિરુદ્ધ દાવો કરે છે.
ચીને દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય જમાવડાને યોગ્ય ગણાવ્યો
અત્રે જણાવવાનું કે ચીનની સેનાનું કહેવું છે કે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં દ્વીપો પર પોતાની રક્ષા પ્રણાલીને મજબુત કરવાનો તેને હક છે. જો કે ચીને કહ્યું કે આ ઉપાય કોઈ ખાસ દેશને ધ્યાનમાં રાખીને કરાયા નથી. રક્ષા મંત્રાલયના પ્રવક્તા રેન ગુઓકિયાંગનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ અગાઉ અમેરિકી નૌસેનાએ રણનીતિક સ્તરે મહત્વના સાગરમાં ત્રણ વિમાનવાહક જહાજ તહેનાત કર્યા હતાં. આ સમુદ્રના મોટાભાગના હિસ્સા પર ચીન પોતાનો અધિકાર ગણાવે છે.
વોલ સ્ટ્રીય જનરલે અહેવાલ આપ્યો હતો કે ચીને ક્ષેત્રમાં સૈન્ય ઉપકરણોને જામ કરનારી પ્રણાલી લગાવી છે. મંત્રાલયની વેબસાઈટ પર રેનના હવાલે કહવાયું છે કે આવા ઉપાય કરવા એ ચીનના અધિકારમાં છે. તેમણે કહ્યું કે તેમાં તેમની સંપ્રભુતા અને સુરક્ષાની સાથે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાના સંરક્ષણમાં મદદ મળશે.
દક્ષિણ ચીન સાગરમાં હાલાત હજુ પણ ગૂંચવાયેલા છે
વિયેતનામના રાજદૂત તોન સિન્હ થાન્હે તાજેતરમાં જણાવ્યું હતું કે દક્ષિણ ચીન સાગરમાં હાલાત હજુ પણ ગૂંચવાયેલા છે. પરંતુ સકારાત્મક પહેલુ એ છે કે ચીન તથા દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોનું સંગઠન (આસિયાન)એ આચારસંહિતા પર વાતચીત શરૂ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. જેથી કરીને સીમા ક્ષેત્રના દાવાઓને પહોંચી વળાય. તોને કહ્યું કે વિયેતનામ પોતાના પાડોશીઓ, ખાસ કરીને ચીન જેવા મોટા પાડોશીઓને મહત્વ આપે છે. આ મુદ્દે એક સવાલના જવાબમાં તોને પત્રકારોને જણાવ્યું હતું કે ત્યાંના (દક્ષિણ ચીન સાગરના) હાલાત હજુ પણ ગૂંચવાયેલા છે. ત્યાંનો ઘટનાક્રમ સકારાત્મક છે, ખાસ કરીને આચારસંહિતાને લઈને, જેને ચીન અને આસિયાન બંનેએ મંજૂરી આપી છે. તેમણે આચારસંહિતાની વાતચીત શરૂ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે