China ના મનમાં શું છે? કોરોના સામે ઝઝૂમી રહેલા ભારતને કહ્યું- તમારે શું મદદ જોઈએ છે અમને જણાવો
ચીને (China) કોરોના સામે જંગમાં એકવાર ફરીથી ભારતની મદદ માટે રજુઆત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે ભારતમાં ગંભીર હાલાત અંગે અમે ચિંતિત છીએ. જો ભારત અમને પોતાની વિશેષ જરૂરિયાતો અંગે જણાવે તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ.
Trending Photos
બેઈજિંગ: ચીને (China) કોરોના સામે જંગમાં એકવાર ફરીથી ભારતની મદદ માટે રજુઆત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે ભારતમાં ગંભીર હાલાત અંગે અમે ચિંતિત છીએ. જો ભારત અમને પોતાની વિશેષ જરૂરિયાતો અંગે જણાવે તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ. જો કે ચીન વાસ્તવમાં મદદની ઈચ્છા ધરાવે છે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ પહેલા પણ તેણે મદદનો હાથ આગળ વધારીને ભારતમાં થનારા મેડિકલ સપ્લાયમાં અડચણ નાખવાનું કામ કર્યું હતું. અત્રે જણાવવાનું કે મુશ્કેલ સમયમાં ભારતની મદદ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉદી અરબ, જર્મની સહિત અનેક દેશો આગળ આવ્યા છે.
ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ
કોરોનાના કારણે ભારતની સ્થિતિ સતત કથળી રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમણના 3 લાખથી વધુ નવા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. હાલાત એટલા ભયાનક જોવા મળી રહ્યા છે કે હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને બેડ સુદ્ધા મળતા નથી અને ઓક્સિજનની કમીના કારણે અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે. એટલું જ નહીં અંતિમ સંસ્કાર માટે પણ લોકોએ રાહ જોવી પડે છે. જેને જોતા હવે સતત ઈન્કાર કરી રહેલું અમેરિકા પણ મદદ માટે તૈયાર થઈ ગયું છે. અમેરિકા જરૂરી મેડિકલ સપ્લાય ભારતને મોકલશે.
We're concerned about the grave situation in #India. We're ready to be of help if India tells us its specific needs.
— Hua Chunying 华春莹 (@SpokespersonCHN) April 26, 2021
ચાઈનીઝ રાજદૂતે પણ આપ્યું આશ્વાસન
ભારતમાં ચીનના રાજદૂત સન વેઈડોંગે પણ ભારતનો સાથ આપવાની વાત કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે કોરોના વિરુદ્ધ લડતમાં ચીન ભારતનું મજબૂતાઈથી સમર્થન કરે છે. અમે ભારતમાં જરૂરી મેડિકલ આપૂર્તિ પહોંચાડવામાં સહયોગ કરવા માટે ચીની કંપનીઓને પ્રોત્સાહિત કરીશું. આ અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે ચીનની સરકારી સિયુઆન એરલાઈન્સે કોરોના સંક્રમણના વધતા કેસ જોતા ભારત જનારી કાર્ગો ફ્લાઈટ્સ 15 દિવસ માટે રદ કરી છે. જેનાથી ભારતમાં ખાનગી કંપનીઓની ચીનથી મેડિકલ ઉત્પાદનોની ખરીદી ઉપર પણ અસર પડશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને જ્યારે કાર્ગો પર પ્રતિબંધ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભારતની ખાનગી કંપનીઓ તરફથી મેડિકલ ઉત્પાદનોની આયાત સામાન્ય કારોબારી ડીલ હેઠળ છે. જો ભારત મેડિકલ ઉત્પાદનોની આપૂર્તિ માટે અલગથી રજુઆત કરશે તો અમે મદદ માટે તૈયાર છીએ. આ બાજુ સિચુઆન એરલાઈન્સે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભારતમાં મહામારીની સ્થિતિમાં અચાનક થયેલા ફેરફારના કારણે આયાતની સંખ્યામાં ઘટાડો થયો છે. આથી આગામી 15 દિવસ માટે ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. એરલાઈન્સે કહ્યું હતું કે ભારતીય માર્ગ હંમેશાથી સિચુઆન એરલાઈન્સનો મુખ્ય રણનીતિક માર્ગ રહ્યો છે. આ સ્થગનથી અમારી કંપનીને ભારે નુકસાન થશે. અમે આ પરિસ્થિતિ માટે માફી માંગીએ છીએ. કંપનીએ કહ્યું કે 15 દિવસ બાદ તે પોતાના નિર્ણયની સમીક્ષા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે