માઉન્ટ એવરેસ્ટ પર ચીનની નવી ચાલ, નેપાળ સાથે મળીને બતાવશે શિખરની નવી ઉંચાઇ

નેપાળ (Nepal) અને ચીન મળીને જલદી જ દુનિયાની સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ (Mount Everest)ની નવી ઉંચાઇની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત ગત વર્ષે બંને દેશો વચ્ચે થયેલા એક કરાર હેઠળ કરવામાં આવશે.

માઉન્ટ એવરેસ્ટ પર ચીનની નવી ચાલ, નેપાળ સાથે મળીને બતાવશે શિખરની નવી ઉંચાઇ

કાઠમાંડૂ: નેપાળ (Nepal) અને ચીન મળીને જલદી જ દુનિયાની સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ (Mount Everest)ની નવી ઉંચાઇની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત ગત વર્ષે બંને દેશો વચ્ચે થયેલા એક કરાર હેઠળ કરવામાં આવશે. ચીનના આ પ્રયત્નને નેપાળમાં દખલના નવા પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. જોકે ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય અને નેપાળના જમીન વ્યવસ્થાપન, સહકાર મંત્રાલયે એવી કોઇ જાહેરાત અંગે ઇનકાર કર્યો છે. 

તમને જણાવી દઇએ કે ગત વર્ષ 13 ઓક્ટોબર 2019ના રોજ બંને દેશો વચ્ચે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ માપવાને લઇને એક કરાર થયો હતો. આ કરારના અનુચ્છેદ 1ના અનુસાર ચીન અને નેપાળ મળીને સંયુક્ત રૂપથી માઉન્ટ ઝૂમુલાંગમા (Mount Zhumulangma) સારમાથા (mount Sagarmatha) ની ઉંચાઇની જાહેરાત કરશે. તેના માટે બંને દેશ પરસ્પર સુવિધાનુસાર તારીખ અને સમય નક્કી કરશે. 

આ કરારમાં માઉન્ટ એવરેસ્ટના સંયુક્ત માપનનું ઉલ્લેખ તો નથી પરંતુ પરસ્પર સહયોગની વાત જરૂર કહેવામાં આવી છે. આ કરારના અનુચ્છેદ 5ના અનુસાર બંને દેશ માઉન્ટ એવરેસ્ટના સર્વેક્ષણ, માનચિત્રણ અને geoinformation management માટે પરસ્પર સહયોગ તંત્ર વિકસિત કરશે. જ્યારે અનુચ્છેદ 4 કલાકમાં માઉન્ટ એવરેસ્ટના સ્થલાકૃતિક માનચિત્રણ, ભૌગોલિક સૂચના સિસ્ટમના ક્ષેત્રમાં સંયુક્ત વૈજ્ઞાનિક અનુસંધાન અને એન્જીનિયરિંગ સહયોગ કરવાની પણ જોગવાઇ છે. 

તમને જણાવી દઇએ કે ચીનમાં માઉન્ટ એવરેસ્ટને પોતાનો ભાગ ગણાવવાનો પ્રયત્ન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યાં માઉન્ટ એવરેસ્ટને માઉન્ટ ઝૂમુલાંગમા કહેવામાં આવે છે. જ્યારે નેપાળમાં તેને સાગરમાથા ચોટી નામે ઓળખાય છે. ચીનના એક પત્રકારે ગત વર્ષે ટ્વિટર પર માઉન્ટ એવરેસ્ટને ચીનનું ગૌરવ ગણાવીને સનસની ફેલાવી દીધી હતી. જોકે પછી તેણે તે ટ્વિટ ડિલીટ કરી દીધું. ત્યારબાદથી માઉન્ટ એવરેસ્ટ પર ચીનની મંશાને લઇને સતત આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ દરમિયાન નેપાળે માઉન્ટ એવરેસ્ટની નવેસરની ઉંચાઇ માપવાનો પ્રયત્ન ગત વર્ષે શરૂ કર્યો હતો. તેના માટે તેને ગત વર્ષથી એક અભિયાન દળ ચોટી પર મોકલ્યું હતું. તો બીજી તરફ ચીને પણ આ વર્ષે તિબ્બત તરફથી એવરેસ્ટની ઉંચાઇ માપવા માટે એક અભિયાન દળ મોકલ્યું. વિશેષજ્ઞોના અનુસાર આમ કરીને ચીન માઉન્ટ એવરેસ્ટ પર ધીરે ધીરે પોતાનો દાવો મજબૂત કરી રહ્યો છે. 

માનવામાં આવી રહ્યું છે કે નેપાળની સાથે સાથે માઉન્ટ એવરેસ્ટની નવી ઉંચાઇની જાહેરાત કરીને તે બતાવવા માંગે છે કે દુનિયાની સૌથી ઉંચી ચોટી પર તેનો પણ હક છે. નેપાળની સાથે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇની સંયુક્ત જાહેરાત બાદ તે ચોટીને પોતાની બનાવવા ચીનના દાવામાં વધુ તેજી આવશે. હાલમાં માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ 8,848 મીટર ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news