બ્રિટનમાં કોરોનાથી 24 કલાકમાં 980 લોકોના મોત, ઈટાલી-સ્પેન અને યૂએસએમાં સ્થિતિ યથાવત

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં શુક્રવાર સુધી મોતની સંખ્યા 96 હજાર 344 પહોંચી ગઈ છે. આ આંકડા એએફપીએ ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે જાહેર કર્યા હતા. ચીનમાં ડિસેમ્બરમાં પહેલી વખત કોરોના વાયરસનો કેસ સામે આવ્યા બાદથી 193 દેશ અને ક્ષેત્રોમાં 16 લાખ 5250થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. આ મામલે ત્રણ લાખ 31 હજાર લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.

બ્રિટનમાં કોરોનાથી 24 કલાકમાં 980 લોકોના મોત, ઈટાલી-સ્પેન અને યૂએસએમાં સ્થિતિ યથાવત

પેરિસ: કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં શુક્રવાર સુધી મોતની સંખ્યા 96 હજાર 344 પહોંચી ગઈ છે. આ આંકડા એએફપીએ ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે જાહેર કર્યા હતા. ચીનમાં ડિસેમ્બરમાં પહેલી વખત કોરોના વાયરસનો કેસ સામે આવ્યા બાદથી 193 દેશ અને ક્ષેત્રોમાં 16 લાખ 5250થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. આ મામલે ત્રણ લાખ 31 હજાર લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.

બ્રિટનમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 980 લોકોના મોત થયા છે. ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતનો આકંડો શુક્રવારે 570 થયો હતો. ગુરૂવારે ઈટાલીમાં 610 લોકોના કોરોના વાયરસના સંક્રમણથી જીવ ગયા હતા. 21 ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધીમાં ઇટાલીમાં 18 હજારથી વધારે લોકોના મોત થયા છે.

સ્પેનમાં પણ કોરોના કહેય યથાવત
સ્પેનમાં કોરના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે સ્પેનમાં કોરોના સંક્રમણથી 605 લોકોના મોત થયા છે. આ 24 માર્ચ બાદથી મોતનો સૌથી ઓછો આંકડો સામે આવ્યો છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 15,843 લોકો કોરોના સંક્રમણથી પોતોનો જીવ ગુમાવી ચુક્યા છે.

અમેરિકામાં ના સુધરી સ્થિતિ
અમેરિકામાં કોરોના વાયરસથી થયેલી મોતની સંખ્યા 17 હજાર સુધી પહોચી ગઈ છે. કોરોના વાયરસથી થયેલા મોત મામલે અમેરિકા બીજા નંબર પર છે. અમેરિકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત 1900થી વધારે લોકોના મોત આ મહામારીથી થઈ રહ્યાં છે. અમેરિકામાં પોણા પાંચ લોકો કોરોના વાયરસની અસરમાં છે.

રાષ્ટ્રીય પ્રાધિકારો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી રજૂ કરવામાં આવેલા સૂચનાના આધારે એએફપી તરફથી જાહેર કરવામાં આવેલી સંખ્યાની સરખામણીએ વાસ્તવિક આકંડા વધારે હોઈ શકે છે. કેટલાક દેશ માત્ર ગંભિર મામલાની તપાસ કરી રહ્યાં છે. મૃતકોની સૌથી વધુ સંખ્યા ઈટાલીમાં છે. જ્યાં 18 હજાર 279 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે અને એક લાખ 43 હજાર 626 લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી 16 હજાર 686 લોકોના મોત થયા છે અને 4 લાખ 66 હજાર 299 લોકો સંક્રમિત થયા છે. જે દુનિયામાં બીજા નંબર પર આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news