થોડા દિવસમાં બદલાયું અમેરિકાનું વલણ? ટ્વીટર પર વ્હાઇટ હાઉસે મોદીને કર્યાં અનફોલો


અમેરિકાના વ્હાઇટ હાઉસે પોતાના ટ્વીટર હેન્ડલ પર થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક ભારતીય ટ્વીટર હેન્ડલને ફોલો કર્યાં હતા. પરંતુ હવે એકવાર ફરી અનફોલો કરી દીધા છે, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

થોડા દિવસમાં બદલાયું અમેરિકાનું વલણ? ટ્વીટર પર વ્હાઇટ હાઉસે મોદીને કર્યાં અનફોલો

વોશિંગ્ટનઃ કોરોના વાયરસ મહાસંકટ વચ્ચે જ્યારે અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની મદદની જરૂર હતી, ત્યારે ભારતે આગળ વધીને તેની મદદ કરી હતી. તેના થોડા દિવસ બાદ વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતના 6 ટ્વીટર હેન્ડરને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ એકવાર ફરી વ્હાઇટ હાઉસે આ તમામ હેન્ડલને અનફોલો કરી દીધા છે. 

ભારતે જ્યારે કોરોના સામે લડાઈ માટે હાઇક્રોક્સીક્લોરોક્વીન આપવાનો નિર્ણય લીધો, ત્યારબાદ 10 એપ્રિલે વ્હાઇટ હાઉસના ટ્વીટર હેન્ડલે ઘણા ભારતીય ટ્વીટર હેન્ડલને ફોલો કર્યાં હતા. 

તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં અમેરિકી દૂતાવાસને ફોલો કર્યું હતું. આ સિવાય ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરને પણ ફોલો કર્યાં હતા. 

us_042920073435.jpg

આ બધા સાથે વ્હાઇટ હાઉસ દ્વારા ફોલો થનારા લોકોની સંખ્યા 19 થઈ ગઈ હતી, જેમાં તમામ વિદેશી હેન્ડલ ભારત સાથે સંબંધિત હતા. 

હવે થોડા દિવસ બાદ વ્હાઇટ હાઉસે પરત આ તમામ ટ્વીટર હેન્ડલને અનફોલો કરી દીધા છે અને માત્ર અમેરિકી તંત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા ટ્વીટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. વ્હાઇટ હાઉસ હવે માત્ર 13 ટ્વીટર હેન્ડલને ફોલો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેને લઈને ચારે તરફ ચર્ચાઓ અને અટકલો શરૂ થઈ ગઈ છે. 


 
ઉલ્લેખનીય છે કે ભારતે મોટી સંખ્યામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવાઓ અમેરિકાને સોંપી હતી, ન માત્ર અમેરિકા પરંતુ વિશ્વના ઘણા મોટા દેશોને આ દવાઓ ભારત તરફથી આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસ પહેલા અમેરિકાથી એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેટલી આશા હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વિરુદ્ધ લડાઇમાં એટલી અસર દેખાડી શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news