US, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન વચ્ચે સતત થઈ રહી છે ડિપ્લોમેટિક મિટિંગ, જાણો કારણ
એક અમેરિકા સૈન્ય અધિકારીએ જણાવ્યું કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન હિન્દ-પ્રશાંત વિસ્તારમાં પોતાના પ્રયત્નોને કોઓર્ડિનેટેડ કરવા માટે સતત નિયમિતપણે ડિપ્લોમેટિક બેઠકો યોજી રહ્યાં છે.
Trending Photos
સિંગાપુર: એક અમેરિકા સૈન્ય અધિકારીએ જણાવ્યું કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન હિન્દ-પ્રશાંત વિસ્તારમાં પોતાના પ્રયત્નોને કોઓર્ડિનેટેડ કરવા માટે સતત નિયમિતપણે ડિપ્લોમેટિક બેઠકો યોજી રહ્યાં છે.
પેન્ટાગોનના પ્રવક્તા લેફ્ટેનન્ટ કર્નલ ડેવ ઈસ્ટબર્ને વોશિંગ્ટનમાં શુક્રવારે મોડી રાતે ટિપ્પણી કરીને સ્પષ્ટ કર્યું કે ડિપ્લોમેટિક સમૂહની બેઠકો સતત ચાલુ રહેશે.
અત્રે જણાવવાનું કે તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે કે જ્યારે ગુરુવારે અમેરિકા હિન્દ પ્રશાંત કમાનના પ્રમુખ એડમ ફિલ ડેવિડસને સિંગાપુરમાં સૂચન આપ્યું હતું કે ચાર દેશોનો સમૂહ હવે ખતમ કરી નાખવો જોઈએ.
(ઈનપુટ- ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે