અમેરિકાએ ફરીથી 'PAK'ને આપી ચેતવણી, જો હવે આતંકવાદ પર કાર્યવાહી ન કરી તો વધશે આર્થિક મુશ્કેલીઓ 

અમેરિકામાં કોંગ્રેસના પ્રભાવશાળી ભારતીય-અમેરિકી સભ્ય એમી બેરાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે પોતાના દેશમાં હાજર આતંકી સંગઠનો સામે કાર્યવાહી નહીં કરે તો તે આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ થલગ જ રહેશે. 

અમેરિકાએ ફરીથી 'PAK'ને આપી ચેતવણી, જો હવે આતંકવાદ પર કાર્યવાહી ન કરી તો વધશે આર્થિક મુશ્કેલીઓ 

વોશિંગ્ટન: અમેરિકામાં કોંગ્રેસના પ્રભાવશાળી ભારતીય-અમેરિકી સભ્ય એમી બેરાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે પોતાના દેશમાં હાજર આતંકી સંગઠનો સામે કાર્યવાહી નહીં કરે તો તે આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ થલગ જ રહેશે. હાઉસ ફોરન અફેયર્સ સબકમિટી ઓન ઓવરસાઈટ એન્ડ ઇન્વેસ્ટિગેશનના અધ્યક્ષ બેરાએ એક એડીટોરિયલ લેખમાં લખ્યું કે જો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરશે તો અમેરિકી કોંગ્રેસ તેમને સાથ આપવા સાથે રહેશે. તેનાથી તેમના દેશની અર્થવ્યવસ્થા પણ મજબુત થશે. 

બેરાએ આપી આર્થિક મુશ્કેલીઓની ચેતવણી
બેરાએ કહ્યું કે વડાપ્રધાન  ખાન મસૂદ અઝહરને ન્યાયના દાયરામાં લાવીને પાકિસ્તાનની છબી સારી બનાવી શકે છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો મને ડર છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થલગ બની રહેશે જેનાથી પાકિસ્તાનના લોકોની આર્થિક સમસ્યાઓ વધશે. 

બેરાએ કહ્યું કે હું ચીનને પણ અપીલ કરું છું કે તે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં રચનાત્મક ભૂમિકા ભજવે. ચીન તરફથી પહેલું પગલું એ હશે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવાના માર્ગમાં અડિંગો જમાવવાનો બંધ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news