પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે દુબઇ, 7 જુલાઇથી સહેલાણીઓ કરી શકશે યાત્રા

દુબઇ (Dubai) ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. દુબઇ મીડિયા કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદેશી સહેલાણીઓને 7 જુલાઇથી દુબઇ આવવાની અનુમતિ આપવામાં આવશે, જ્યારે રેસીડેન્સી વિઝા ધારક વિદેશી નાગરિક 22 જૂનથી પરત આવી શકશે. 

Updated By: Jun 22, 2020, 03:39 PM IST
પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે દુબઇ, 7 જુલાઇથી સહેલાણીઓ કરી શકશે યાત્રા

નવી દિલ્હી: દુબઇ (Dubai) ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. દુબઇ મીડિયા કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદેશી સહેલાણીઓને 7 જુલાઇથી દુબઇ આવવાની અનુમતિ આપવામાં આવશે, જ્યારે રેસીડેન્સી વિઝા ધારક વિદેશી નાગરિક 22 જૂનથી પરત આવી શકશે. 

કોરોના સંકટ (Coronavirus)ને જોતાં દુબઇના પર્યટકોને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે આખી દુનિયામાં આકરા ઉપાયોમાં ઢીલ આપવામાં આવી રહી હતી તો દુબઇ પણ ફરીથી પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. સરકાર તરફથી યાત્રીઓ માટે પ્રોટોકોલની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે સ્પષ્ટપણે કહ્યું કે દુબઇની યાત્રા કરનારાઓને કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા જાહેર દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત પ્રવાસીઓને તાજેતરમાં કોવિડ 19 નેગેટિવ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અથવા દુબઇ એરપોર્ત પર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેમને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે. સાથે જ દુબઇની યાત્રાના 96 કલક પહેલાં કોરોના વાયર્સ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.  

દુબઇ વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓ પાસે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમો હોવો જોઇએ અને તેમને એક સ્પેશિયલ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમાં તેમની જાણકારી હોય. સાથે જ તેમને એક સ્વાસ્થ્ય સંબંધી ઘોષણાપત્ર પણ ભરવું પડશે. રવિવારે કરવામાં આવેલી જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક નિવાસી મંગળવાર એટલે કે 23 જૂનથી વિદેશની યાત્રા કરી શકશે. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube