રિયાદથી દિલ્હી આવી રહ્યું હતું પ્લેન, ભારતીયની તબીયત બગડી તો પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ

Riyadh-Mumbai Flight: રિયાદથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું કરાચીમાં ઇમરજન્સી લેન્ચિંગ કરાવવામાં આવ્યું. તેના પર સવાર એક વ્યક્તિનું કાર્ડિએક અરેસ્ટથી મોત થઈ ગયું હતું. 
 

રિયાદથી દિલ્હી આવી રહ્યું હતું પ્લેન, ભારતીયની તબીયત બગડી તો પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ

કરાચીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ભલે ગમે એટલો તણાવ હોય, માનવીયતા ધર્મ સૌથી ઉપર છે જેને જરૂર પડવા પર નિભાવવામાં આવે છે. તેનો તાજો ઘટનાક્રમ મંગળવારે જોવા મળ્યો જ્યારે રિયાદથી દિલ્હી આવનાર ઈન્ડિયન એરલાઇન્સની ગો-એર ફ્લાઇટને મેડિકલ ઇમરજન્સીને કારણે કરાચી એરપોર્ટ પર ઉતરવું પડ્યું. પરંતુ જે યાત્રી માટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું તેને બચાવી શકાયો નહીં. 

ગો-એરની ફ્લાઇટ G8- 6658A પર સવાર એક યાત્રીને હવામાં કાર્ડિએક અરેસ્ટ આવ્યો ત્યારબાદ પાકિસ્તાનની ઓથોરિટીએ માનવીય આધાર પર લેન્ડિંગની મંજૂરી આપી હતી. રિપોર્ટસ પ્રમાણે 30 વર્ષના એક વ્યક્તિને ગો એર પ્લેન પર કાર્ડિએક એટેક આપ્યો હતો. તે ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે. 

More details awaited. pic.twitter.com/0MV47qzRM6

— ANI (@ANI) November 17, 2020

તે વિમાનમાં બેભાન થઈ ગયો ત્યારબાદ તત્કાલ લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો છે. બાદમાં વિમાનને ઉડાનની મંજૂરી આપવામાં આવી અને ટેક-ઓફ કરી લેવામાં આવ્યું છે. હજુ સુધી મૃતક યાત્રી વિશે ડીટેલ્સ સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news