OMG...એ કયો દેશ છે જ્યાં 12 નહીં 13 મહિના છે?, દુનિયાથી 7 વર્ષ પાછળ ચાલી રહ્યો છે!

ધરતી પર જેટલા પણ દેશ છે તે દરેક દેશની પોતાની અલગ ખાસિયત છે. એવી જ રીતે એક દેશ અલગ છે. જ્યાં 1 વર્ષમાં 12 મહિના નહીં પરંતુ 13 મહિના હોય છે.

OMG...એ કયો દેશ છે જ્યાં 12 નહીં 13 મહિના છે?, દુનિયાથી 7 વર્ષ પાછળ ચાલી રહ્યો છે!

ધરતી પર જેટલા પણ દેશ છે તે દરેક દેશની પોતાની અલગ ખાસિયત છે. એવી જ રીતે એક દેશ અલગ છે. જ્યાં 1 વર્ષમાં 12 મહિના નહીં પરંતુ 13 મહિના હોય છે. એટલું જ નહીં આ દેશ આખી દુનિયાથી 7 વર્ષ પાછળ હોવાનું કહેવાય છે. જીં હા આ દેશનું નામ છે... ઇથિઑપિયા... 

મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયામાં એવી ઘણી સંસ્કૃતિ છે જે અલગ-અલગ કેલેન્ડરનો પ્રયોગ કરે છે. આ તમામ કેલેન્ડરમાં 12 મહિના છે પરંતુ ઇથિઑપિયામાં આજે પણ એ કેલેન્ડર ફૉલૉ કરવામાં આવે છે જે રૉમન ચર્ચ 525 એડીમાં અમેન્ડ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઇથિઑપિયામાં નવી સદીની શરૂઆત 11 સપ્ટેમ્બર 2007થી થઇ હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 16, 2023

તમને જણાવી દઇએ કે, અહીં 12 મહિનામાં 30 દિવસ હોય છે જ્યારે છેલ્લા મહિનાને પેગ્યૂમ કહે છે. જેમાં 5 દિવસ હોય છે જ્યારે લિપયર વાળા વર્ષમાં 6 દિવસ હોય છે. આજ સુધી ઇથિઑપિયા પોતાના પ્રાચિન કેલેન્ડરને ફૉલૉ કરે છે. જો કે, જેનાથી યાત્રિકોને કોઇ ખાસ મુશ્કેલી ઉભી થતી નથી કારણ કે, હાલના સમયમાં ઘણા ઇથિઑપિયન લોકો આપણા જેવા ગ્રિગૉરિયન કેલેન્ડરનો જ ઉપયોગ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news