પેરિસમાં ISISના આતંકવાદીએ 'અલ્લાહૂ અકબર' બૂમ પાડીને ચાકૂ વડે કરી હત્યાઓ
આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ફ્રાંસની રાજધાની પેરિસમાં વટેમાગૂઓ પર ચાકૂ વડે કરેલા હૂમલાની જવાબદારી લીધી છે. મધ્ય પેરિસમાં એક વ્યક્તિએ શનિવારે (12 મે)ના રોજ પાંચ લોકો પર ચાકૂ વડે હૂમલો કર્યો. આ દરમિયાન આ શંકાસ્પદ 'અલ્લાહૂ અકબર'ની બૂમો પાડી રહ્યો હતો.
Trending Photos
પેરિસ: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ ફ્રાંસની રાજધાની પેરિસમાં વટેમાગૂઓ પર ચાકૂ વડે કરેલા હૂમલાની જવાબદારી લીધી છે. મધ્ય પેરિસમાં એક વ્યક્તિએ શનિવારે (12 મે)ના રોજ પાંચ લોકો પર ચાકૂ વડે હૂમલો કર્યો. આ દરમિયાન આ શંકાસ્પદ 'અલ્લાહૂ અકબર'ની બૂમો પાડી રહ્યો હતો. સમાચાર એજન્સીએ પેરિસ પ્રાંતના ટ્વિટના હવાલેથી જણાવ્યું કે 'એક શંકાસ્પદે પેરિસના બીજા ડિસ્ટ્રિક્ટમાં પાંચ લોકો પર ચાકૂ વડે હૂમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બે ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.' જોકે અન્ય મીડિયા રિપોર્ટમાં મૃતકોની સંખ્યા બે હોવાનું જણાવવામાં આવ્યું છે.
VIDEO Terror probe launched after deadly Paris knife attack pic.twitter.com/Hmn8PyOLSD
— AFP news agency (@AFP) May 13, 2018
જોકે, પોલીસની ગોળીબારીમાં હુમલાવરનું મોત નિપજ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ ચાકૂવાળા હુમલાવરને આતંકવાદી ગણાવતાં કહ્યું કે ''ફ્રાંસે ફરી એકવાર લોહીની કિંમત ચૂકવી છે.'' સમાચાર એજન્સીના અનુસાર આ ઘટના મધ્ય પેરિસના ઓપેરા જિલ્લામાં થઇ હતી. આ વિસ્તારમાં ઘણા રેસ્ટોરંટ થિયેટર છે અને વિકએન્ડ હોવાના લીધે ખૂબ ભીડ હતી. મોટા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી. પોલીસે કહ્યું કે હુમલાવરની મંશા વિશે હજુ કોઇ જાણકારી નથી.
આ દરમિયાન અમેરિકામાં એઆઇટીઇ મોનિટરિંગ ટીમના અનુસાર આ હુમલા જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. એક ''સુરક્ષા સૂત્ર''એ આઇએસની આધિકારી અમાક સંવાદ સમિતિએ જણાવ્યું કે ''પેરિસમાં ચાકૂબાજીના આ અભિયાનનો હુમલાવર ઇસ્લામિક સ્ટેટનો એક સૈનિક હતો અને આ હુમલો ઇસ્લામિક સ્ટેટ પર હુમલો તેજ કરવાના આહવાનની પ્રતિક્રિયામાં કરવામાં આવ્યું છે.'' સીએનએનના અનુસાર આઇએસએ પોતાના આ દાવાના કોઇ પુરાવા ઉપલબ્ધ કરાવ્યા નથી.
મૈક્રોંએ કહ્યું કે તે પેરિસ હુમલાવરને ઠાર મારવા માટે પોલીસના સાહસને સલામ કરે છે. ફ્રાંસના ગૃહમંત્રી જેરાર્ડ કોલોંબે આ જઘન્ય અપરાધની નિંદા કરી અને પોલીસ ત્વરિત કાર્યવાહીના વખાણ કર્યા. ગૃહમંત્રી ગેરાર્ડ કોલોમ્બએ એક ટ્વિટમાં કહ્યું કે ''ધીરજ રાખો, પોલીસ પ્રતિક્રિયા સારી હતી જેણે હુમલાવરને ઠાર માર્યો.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે