Google Duo એપ્લિકેશને ગુગલના પ્લેસ્ટોર પર 1 બિલિયનનો આંકડો પાર કર્યો

કંપનીએ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશન Alloની સાથે Duo વર્ષ 2016માં લોન્ચ કરી હતી, કંપની દ્વારા વોટ્સ એપ, આઈફોનની iMassageની સ્પર્ધામાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ લોન્ચ કરાઈ હતી

Google Duo એપ્લિકેશને ગુગલના પ્લેસ્ટોર પર 1 બિલિયનનો આંકડો પાર કર્યો

સેન ફ્રાન્સિસ્કોઃ ગુગલની વીડિયો ચેટ એપ્લિકેશન Duo ગુગલ પ્લેસ્ટોરમાંથી અત્યાર સુધી 1 બિલિયન કરતાં પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. કંપનીએ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશન Alloની સાથે Duo વર્ષ 2016માં લોન્ચ કરી હતી. 

તાજેતરમાં જ વેબસાઈટ એન્ડ્રોઈડ પોલીસ દ્વારા જાહેર કરાયું છે કે, "Duo એપ્લિકેશન છેલ્લા 6 મહિનામાં જ 500 મિલિયન (5 અબજ) વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. એટલે બાકીના 500 મિલિયન એટલા જ સમયમાં ડાઉનલોડ થવી એ સામાન્ય બાબત છે."

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં કંપનીએ Duo એપ્લિકેશન અપગ્રેડ કરી હતી. આ અપગ્રેડેશન બાદ એપ્લિકેશન iPad, Android Tablet, Chromebook અને સ્માર્ટ ડિસ્પ્લેને પણ સપોર્ટ કરતી થઈ ગઈ હતી. જેના કારણે, કંપનીને ઘણો જ ફાયદો થયો હતો. 

આ અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે, તેની મેસેજિંગ એપ્લિકેશન Allo માર્ચ 2019 બાદ કામ નહીં કરે. કેમ કે હવે કંપનીએ તેની એન્ડ્રોઈડ મેસેજિંગ અને વીડિયો કોલિંગ એપ્લિકેશન Duo પર જ વધુ ફોકસ કરવાનું નક્કી કર્યું છે. 

Allo એ ગૂગલની મેસેજિંગ એપ છે અને તે વોટ્સએપ અને એપલ iMassageની સ્પર્ધામાં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઈન્સ્ટન્ટ મેસેજિંગ મોબાઈલ એપ તરીકે લોન્ચ કરાઈ હતી. આ એપ્લિકેશન ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ અને ઓપેરા બ્રાઈઝર્સના યુઝર્સને પણ સપોર્ટ કરતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news