PAK માં અચાનક ઝડપથી વધવા લાગ્યો કોરોનાનો કહેર, WHO આપી ચેતાવણી
WHO નું કહેવું છે કે લોકડાઉન દૂર કરવા માટે કેટલીક કરવી જોઇએ, જેમ કે બિમારીના ફેલાવા પર નિયંત્રણ હોય. સ્વાસ્થ્ય સેવા કેસને ઓળખવામાં, તપાસ કરવામાં, આઇસોલેટ કરવા અને કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં સક્ષમ હોય.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)માં કોરોના (Coronavirus) ના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. કોરોના (COVID-19)ના વધતા જતાં કેસ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પાકિસ્તાનને ચેતાવણી આપતાં દેશમાં લોકડાઉન જાહેર કરવા માટે કહ્યું છે. ડબલ્યૂએચઓની પાકિસ્તાનમાં અધિકારી ડો. પલિતા મહિપાલએ 7 જૂનના રોજ એક પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે કોરોના વાયરસ પાકિસ્તાનના દરેક જિલ્લામાં પહોંચી ચૂક્યો છે. જોકે શહેરોમાં સંક્રમિતોની સંખ્યા વધુ છે.
WHO નું કહેવું છે કે લોકડાઉન દૂર કરવા માટે કેટલીક કરવી જોઇએ, જેમ કે બિમારીના ફેલાવા પર નિયંત્રણ હોય. સ્વાસ્થ્ય સેવા કેસને ઓળખવામાં, તપાસ કરવામાં, આઇસોલેટ કરવા અને કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં સક્ષમ હોય.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પત્ર પંજાબ અને સિંધના સ્વાસ્થ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે. જ્યાં કોરોના વાયરસના કેસમાં તેજી આવી છે. તમને જણાવી દઇએ કે સિંધમાં કોરોના કેસ વધીને 40 હજારથી વધુ અને પંજાબમાં 40 હજારથી વધુ સંક્રમિત કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં કોરોનાના અત્યાર સુધી કુલ 110, 800 કેસ ગયા છે, તો બીજી તરફ મોતનો આંકડો વધીને 2,200 થઇ ગયો છે.
ડબ્લ્યૂએચઓએ કહ્યું કે દરરોજ 50,000થી વધુ ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી છે, જેથી દેશમાં અત્યાર સુધી લગભગ 24,000 લોકોનું જ ટેસ્ટિંગ થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે